તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુસ્સો:પૂર્વ સ્ટેટ ચેમ્પિયનની પુત્રી રિયાએ હરિફને હાર આપી, પૂર્વ સ્ટેટ ચેમ્પિયનની પુત્રી રિયાએ હરિફને હાર આપી

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતની મિલી પાછળ રહ્યા પછી જુસ્સાથી લડત આપી મેચ જીતી

ભાવનગરની બિનક્રમાંકિત ખેલાડી રિયા જયસ્વાલે જુનિયર ગર્લ્સ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં બરોડાની શેલી પટેલને હરાવીને એન્ટ્રી કરી હતી. આ સાથે શનિવારથી ગાંઘીધામ ખાતે સ્ટિગા કોસ્કો ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2020નો પ્રારંભ થયો હતો. શનિવારે જુનિયર કેટેગરીની બોયઝ અને ગર્લ્સની તમામ મેચો રમાઈ હતી અને સાંજે મેઇન ડ્રોની મેચો જારી રહી હતી. કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે.

ગયા સપ્તાહે પ્રથમ ચરણના સફળ આયોજન બાદ હાલમાં આ બીજો તબક્કો યોજાઈ રહ્યો છે. રિયા જયસ્વાલ ગયા વર્ષે કેડેટ ગર્લ્સમાં રમી હતી અને તેના કરતાં વધારે મજબૂત હરીફ સુરતની મિલી તન્ના સામે પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ હતી. જોકે બીજી ક્વોલિફાઇંગ મેચમાં રિયાએ વળતો પ્રહાર કર્યો હતો. શેલી સામે તેણે આક્રમક રમત દાખવીને ફોરહેન્ડ વિનર્સ ફટકાર્યા હતા.

ભૂતપૂર્વ સ્ટેટ ચેમ્પિયન જિજ્ઞેશ જયસ્વાલની પુત્રી રિયાએ તેની નવમા ક્રમની હરીફ સામે વિજય હાંસલ કર્યો હતો. રસપ્રદ રીતે રિયાએ મિલી સામે પણ આક્રમક રમત દાખવી હતી અને હકીકતમાં સુરતની મિલી અપસેટથી બચી હતી. મિલી એક સમયે પાછળ હતી. જોકે તેણે અંતિમ બે ગેમ જીતીને અંતે મેચ જીતી હતી.

બીજી તરફ શેલી તેની બીજી મેચમાં મિલી સામે હારી ગઈ હતી અને બહાર થઈ ગઈ હતી. ગ્રૂપમાં મોખરે રહેવા સાથે મિલી અને રિયાએ પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રિયા બીજા ક્રમે રહી હતી. પ્રિ ક્વાર્ટરમાં રિયાની બહેન નામના જયસ્વાલે પણ પ્રવેશ કર્યો હતો જેણે આર્ની પરમાર અને એંજલ પારકરને હરાવી હતી. અન્ય મેચોમાં ફિલઝાહ ફાતીમા કાદરી, કૌશા ભૈરપૂર અને આફ્રિન મુરાદે આસાનીથી નોકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. યૂથ કેટેગરીમાં બોયઝ અને ગર્લ્સની મેચો રવિવારે રમાશે.

રમતવીરના પિતાની ઇચ્છા
“આ એક ખૂબ સરસ મેચ હતી. એટલા માટે નહીં કે તે મારી દિકરી છે પરંતુ મિલી સામે આકરી લડત આપવી અને ત્યાર બાદ શેલીની હરાવવી તે પ્રશંસનીય બાબત છે કેમ કે હજી ગયા વર્ષ સુધી તે કેડેટમાં રમતી હતી.’ તેમ જિજ્ઞેશ જયસ્વાલે જણાવ્યું હતું.રિયાના પિતાના મતે તેના ટોપસ્પિન આજની રમતની હાઇલાઇટ હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો