તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:DPTના પૂર્વ ચેરમેન જનાર્દન રાવનું નિધનઃ તુણા ટેકરા હતો ડ્રીમ પ્રોજેક્ટ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જનાર્દન રાવ - Divya Bhaskar
જનાર્દન રાવ
  • કર્મીઓ સાથે ચંદ્રવિલાસમાં ચાયની ચુસકીઓ લેતા જોઇ શકાતા હતા
  • 2004 થી 2008 સુધી કંડલાના ચેરમેન રહ્યા, કંડલા ડોક લેબર બોર્ડનું પોર્ટમાં વિલીનીકરણ તેમના કાર્યકાળમાં થયું

આજે દીન દયાલ પોર્ટ ટ્ર્સ્ટ તરીકે ઓળખાતા કંડલા પોર્ટના 2004 થી 2008 સુધી ચેરમેન રહેનારા જનાર્દન રાવ કોરોના સહિત વિવિધ બિમારીઓ સાથેની દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લડાઈમાં હારી ગયા હતા. તેમનું 62 વર્ષેની વયે નિધન થતા શીપીંગ ઉધોગમાં શોકની લાગણી ફેલાઈ હતી, તેવો તાજેતરમાં આ વર્ષેની શરૂઆતેજ ડીપીટીના યજમાન પદે ક્ચ્છના રણમાં યોજાયેલી ચીંતન બેઠકમાં સામેલ થયા હતા.

ઈન્ડીયન પોર્ટ એસો. ના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે ફરજ નિભાવી રહેલા અને તે પહેલા ડીપીટી સહિત દેશભરના શીપીંગ સેક્ટરમાં વિવિધ કિ પોસ્ટ પર રહેલા જનાર્દન રાવનું નિધન થયું હતું. તેમની સાથેની સ્મૃતિઓ મમળાવતા પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે પોર્ટ કર્મીઓ જ્યારે શહેરમાં એકત્ર થતા ત્યારે ચંદ્રવિલાસની ચા પર તેમને યાદ કરતા તુરંત પહોંચી આવતા અને સહુ સાથે જમીની જોડાણનો અનુભવ આપતા વિવિધ વાતો સાથે ચાની ચુસકીઓ માણતા. તેઓ 2004માં પોર્ટના ચેરમેન પદે આસીન થયા, તે પહેલા પણ ડીપીટીના ફાયનાન્સ વિભાગના હેડ તરીકે ફરજ નિભાવી ચુક્યા હતા.

હાલ જે મહત્વપુર્ણ પડાવ પર આવી પહોંચ્યો છે, તે તુણા ટેકરા પ્રોજેક્ટ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. કંડલા ડોક લેબર બોર્ડનાનું ડીપીટીમાં વીલિનીકરણ પણ તેમના કાર્યકાળમાં થયું હતું. તેમણે પોર્ટ ઉધોગ પર ડોક્ટરેટ કરેલુ હતુ, અને દેશભરની યુનિફોર્મ પોલીસી પરની વિવિધ સમીતીઓના તેવો સદસ્ય પણ હતા. તેમની વિદાયથી તમામ 12 મેજર પોર્ટ દ્વારા ઓનલાઈન કોન્ફરન્સ યોજીને તમામ ચેરમેનોની ઉપસ્થિતીમાં તેમને વર્ચ્યુલ શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી, જેમાં ડીપીટી ચેરમેન એસ.કે. મહેતાએ પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. ત્યારબાદ ડિપીટી બોર્ડરુમમાં પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...