તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:વિપક્ષના વાંધા સાથે 12 સમિતિની રચના

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની 12સમિતિઓ લાંબા સમયથી બનાવવામાં ન આવતાં કરોડથી વધુના કામોને પડી હતી અસર
  • અઢી વર્ષની મુદ્દતના મુદ્દે કોંગ્રેસે સત્તાપક્ષને ભીંસમાં લીધો
  • અધિકારીએ સરકારની સુધારાની સાથે જ અમલીકરણની કરી દલીલ, કહીં ખુશી કહીં ગમનો માહોલ

ગાંધીધામ નગરપાલિકાની કારોબારી સહિત 12 સમિતિની રચના કરવામાં ન આવતાં જે તે વિભાગના કાર્યો અટકી ગયા હતા. વહીવટની કિપોસ્ટ સમાન કારોબારીમાં સમયસર કામને મંજુરી ન મળતાં વિકાસ કામો અટકી ગયા હતા. 9 કરોડથી વધુ રકમના કામો હાલ ગુંગણામણ અનુભવી રહ્યા છે. દરમિયાન આજે ટાઉનહોલ ખાતે સમિતિઓની રચના માટે સભા બોલાવવામાં આવી હતી. શરૂઆતના તબક્કે વિપક્ષે અગાઉ પાલિકાના નિયમ પોતાના જ હોવાનું જણાવીને અઢી વર્ષની મુદ્દત નો સ્વિકાર ક્યારે થયો છે તેનો જવાબ માંગ્યો હતો.

પરંતુ અધિકારીએ આ તબક્કે જે તે સમયે સરકારે જાહેરાત કરી ત્યારથી નિયમ અમલીકરણમાં આવી ગયાની દલીલ કરી હતી. આખરે હો હા વચ્ચે વિવિધ સમિતિઓની બહૂમતિએ રચના કરી દેવામાં આવી હતી. જોકે, સામાપક્ષે કોઇ દરખાસ્ત પુરતુ સંખ્યાબળ સભ્યોનું ન હોઇ કરાઇ ન હતી. પાલિકાની સમિતિની રચના માટે ઇશિતા ટિલવાણીના અધ્યક્ષ સ્થાને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં અવસાન પામેલા કર્મચારી, પૂર્વ સભ્યો તથા અન્ય સભ્યોના પરીવારજનોના અવસાન થતાં તેમને શોકાંજલિ આપવા બે મીનિટ મૌન પાળવામાં આવ્યું હતું.

સભાની શરૂઆત થતાં જ વિપક્ષના સમીપ જોશીએ સવાલ ઉઠાવ્યો હતો કે, નગરપાલિકાના પોતાની રૂલ્સ બનાવવામાં આવ્યા છે અને તે સ્વિકારવામાં આવ્યા છે જેમાં મોડલ રૂલ્સના ચેપ્ટર નં.1માં રૂલ નં. 72 અને 77માં વર્ષ 2015માં આવેલા સુધારા સ્વિકાર્યા વિના અમલવારી સંપૂર્ણપણે ગેરકાયદેસરની છે. આજની સમિતિની નિમણૂંક નિરર્થક રદ્દ થવા સમાન છે. નગરપાલિકાના નિયમોના સુધારા વિના જ નિમણૂંકો કરાઇ છે. સામા પક્ષે ઇન્ચાર્જ ચીફ ઓફિસર સોલંકીએ જવાબ આપ્યો હતો કે, જે તે સમયે સરકારે જાહેરાત કરી ત્યારથી નિયમ અમલી બની જતા હોય છે.

વિપક્ષના જયશ્રીબેન ચાવડાએ પાણીની સમસ્યા સહિતના મુદ્દાઓ ઉભા કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એજન્ડા પર જ વાત કરવા જણાવાયું હતું. સમિતિની રચનામાં ભાજપમાં કચવાટ કેટલાક વર્ગમાં ઉઠ્યો હતો અને કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. બહૂમતિએ પસાર થયેલી આ સમિતિની રચનામાં ચેરમેનોને અભિનંદનની વર્ષા કરાઇ હતી. આજની બેઠક વેળા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર, મહામંત્રી નરેશ ગુરબાની અને મહેન્દ્ર જુણેજા, વિકાસ રાજગોર, અનિરૂદ્ધ દવે, મોમાયા ગઢવી, સુરેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અમે તો નિયમ બનાવવા વાળા છીએ, પાળીએ તો નહીં જ !
પાલિકાની સમિતિની રચના થયા પછી હોદ્દેદારોને અભિનંદન આપવા માટે સભ્યો અને સંગઠનના આગેવાનોએ હાજરી આપી હતી. ફોટોસેશન કરીને કોરોનામાં જે રીતે નિયમનું પાલન થવું જોઇએ તેનો ફરી એક વખત છેદ ઉડાવી અમે નિયમ બનાવનારા છીએ, પાળનારા નહીં તેવો સંદેશો ફરી એક વખત વહેતો કર્યો હતો.

વિકાસ કામોને અગ્રતા : કા. ચેરમેન

કારોબારી સમિતિના ચેરમેન પુનીત દુધરેજીયાએ ચાર્જ લીધા પછી જણાવ્યું હતું કે, ચૂંટણીને લીધે જે તે કામો શરૂ થઇ શક્યા ન હતા. તેને પ્રાથમિકતા આપવામાં આવશે. વિકાસના કામોને ટોચ અગ્રતા આપીને ધપાવવામાં આવશે. જે તે કામોમાં ગુણવત્તાનું ધ્યાન પણ રાખવામાં આવશે અને લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પુરતા પ્રમાણમાં પગલા ભરવામાં આવશે તેવો દાવો પણ કર્યો હતો.

મહિલા સશક્તિકરણનો છેદ ઉડાવાયો : કોંગ્રેસ
વિપક્ષના સમીપ જોશીએ જણાવ્યું હતું કે, જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે તેમાં માત્ર 11માંથી 2માં જ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50 ટકા સ્ત્રી અનામત બેઠક આપી સત્તામાં ભાગીદારી થાય તેનો હેતુ માર્યો ગયો છે. સ્ત્રી સશક્તિકરણની વાતોમાં કરણી અને કથનીમાં મોટો તફાવત છે. શિડ્યુલ કાસ્ટ અને પછાત વર્ગની મહિલાને સ્થાન ન આપી અન્યાય કરાયો છે.

સામાજિક અંતર જાળવવાના પ્રયત્ન સાથે સભો બોલાવવામાં આવી હતી. સભ્યોમાં આ અંગે ટકોર પણ કરવામાં આવી હતી અને નિયમ મુજબ સભાનું કામ શરૂ થાય તે અંગેના પ્રયત્ન કરાયા હતા. સત્તાપક્ષ- વિપક્ષના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

કઇ સમિતિમાં કોણ ચેરમેન?

સમિતિચેરમેન
કારોબારી

પુનીતકુમાર દુધરેજીયા

લોરામભાઇ માતંગ
ગાર્ડનદિવ્યાબેન નાથાણી
સેનિટેશનકમલ શર્મા
ટાઉન પ્લાનીંગઅજયકુમાર સિંઘ
ફાયર – લાઇટમહેશ ગઢવી
પબ્લિક વર્કસતારાચંદ ચંદનાની
વોટર વર્કર્સસંજયભાઇ ગર્ગ
ટેક્ષસેશન

મનોજભાઇ મુલચંદાણી

લાયબ્રેરીમનિષાબેન પટેલ
એસ્ટાબ્લિસ્ટમેન્ટભરતભાઇ પ્રજાપતિ
સોશિયલ વેલ્ફેરગેલાભાઇ ભરવાડ

​​​​​​​

વોર્ડ નં. 1, 10 અને 11ને 2 સમિતિને ચેરમેન પદ મળ્યું
નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરાઇ તેમાં વોર્ડ નં.5માંથી ચૂંટાયેલા ઇશિતા ટિલવાણી અને બળવંત ઠક્કરને પ્રમુખ, ઉપપ્રમુખ બનાવાયા હતા. આદિપુરને થયેલા અન્યાય પછી આ વખતે સમિતિમાં વોર્ડ નં. 1, 10માં સમિતિઓમાં સ્થાન આપીને સમતોલનનો પ્રયાસ કરાયો છે. આ વોર્ડમાંથી બે-બે સભ્યો ઉપરાંત વોર્ડનં.11માં પણ બે સભ્યોને સ્થાન મળ્યું છે. નવા ચહેરાઓમાં પાણી સમિતિમાં સંજય ગર્ગ, ટીપીમાં અજય સિંઘ, કાયદામાં રામભાઇ માતંગ, લાયબ્રેરીમાં મનિષા પટેલ, ફાયરમાં મહેશ ગઢવી અને એસ્ટાબ્લીસ્ટમેન્ટમાં ભરત પ્રજાપતિને તક અપાઇ છે. બાકીના અન્ય ચહેરાઓ જુના જોગીઓ છે.

અન્ય સમાચારો પણ છે...