ચેપ વિસ્તર્યો:બીજી લહેર બાદ પહેલી વાર ગાંધીધામમાં એક સાથે 14 કોરોના પોઝિટિવ કેસથી ચિંતા

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુભાષનગર, ગોપાલપુરી, શક્તિનગર, આદિપુરમાં મહતમ કેસો નોંધાયા
  • સર્વાધિક કેસ મુંબઈ,અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકોમાં, તમામ હોમ આઈસોલેશનમાં

ગાંધીધામમાં મંગળવારે એક સાથે 14 કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચ્યો હતો. આટલી મોટી સંખ્યામાં એક સાથે કેસ આવવાની ઘટના બીજી લહેરનો સામનો કર્યા બાદ પહેલી વાર બની હતી. જેથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, મહતમ કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી મળતી હોવાનું ખુલવા પામ્યું છે. ગાંધીધામમાં 14 કોરોના પોઝિટિવ આવેલાઓ લોકોમાં કેટલાક મુંબઈથી હવાઈ માર્ગે આવ્યા હતા, તેમણે પ્રક્રિયાના ભાગરુપે ચેક કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો.

તો આવીજ રીતે કંપનીમાં નોકરીમાં જોડાવા આવેલાઓએ પણ ચેક કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. મહતમ કેસો શહેરના સુભાષનગર, ગોપાલપુરી, શક્તિનગર, આદિપુર જેવા વિસ્તારોમાં જોવા મળી રહ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોવિડની માર્ગદર્શીકાનું પાલન કેટલાક સ્થળે થતું ન હોવાને લઇને પણ સંક્રમણ વધી રહે તેવી શક્યતા છે.

ફિલીપાઈન્સના ત્રણ ક્રૂ મેમ્બર આવ્યા પોઝિટિવ
ફીલીપાઈન્સના વતનીઓ પોતાના ક્રુ સભ્ય તરીકે વેસલમાં લોગ ઈન કરવા 5 સભ્યો કંડલા આવી પહોંચ્યા હતા. જેમાંથી ત્રણને કોરોના પોઝિટિવ આવ્યો હતો, તો બેને નેગેટિવ આવ્યો હતો. પોઝિટિવ આવતા ત્રણેયને હોમ આઈસોલેશનમાં રખાયા હતા.

ત્રણ મહિલાઓની ટ્રાવેલ હિસ્ટ્રી નહિ
ટ્રાવેલ હિસ્ટ્રી દર્શાવે છે કે વાઈરસ અન્યત્રથી લઈ અવાયો છે, સામુદાયીક સંક્રમણ શરૂ નથી થયું. પરંતુ આ સાથે આવેલા ત્રણેક મહિલાના પોઝિટિવ કેસ ચીંતા ઉભી કરનારા છે. કારણ કે તેમના દાવા અનુસાર તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આવી પરિસ્થિતિમાં તેમણે સ્થાનિક સંક્રમણજ મળ્યું હોવાની સંભાવના છે. જે ચીંતાનો વ્યાપને વિસ્તાર આપે છે.

આજે 5000 છાત્રોને રસીકરણ કરાયું
15થી 18 વર્ષની વયના બાળકોને વેક્સિન આપવાની ઝુંબેશ ગઇ કાલથી શરૂ કરવામાં આવી છે. આજે ગાંધીધામ- આદિપુરની શાળાઓમાં 5000 જેટલા છાત્રોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 1000 જેટલા શાળાએ જતા ન હોય તેનો પણ સમાવેશ થાય છે. ખોડિયારનગર જેવા આંતરીક વિસ્તારોમાં પણ કેમ્પનું આયોજન કરાયું હતું. બીજી તરફ લનર્સ એકેડેમી ઇંગ્લિશ સ્કૂલના કુલ 175 વિદ્યાર્થીઓએ આ રસી લીધેલ હતી.આ વેક્સિનેશન માટે શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વાલીઓ નો પુરેપુરો સહકાર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...