ગાંધીધામમાં ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા નગરપાલિકાના ફુડ વિભાગના સહયોગથી કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ 166 ફુડ લાયસન્સ ઈશ્યું કરાયા હતા.પાલીકાના ફુડ ઈન્સ્પેક્ટર આનંદભાઈ ઉડવાનીએ જણાવ્યું કે આ આયોજનમાં કુલ 162 લારી ધારકોએ ને 4 આહારગૃહોને લાયસન્સ અપાયું હતું. સ્થળ પર આવેલા મહતમ તમામને લાયસન્સ ઈશ્યું કરાયા હતા. આયોજનને સફળ બનાવવા જી.કે.પટેલ, રેયાન ચૌધરી, ભાવેશ ચૌધરી, કે.જી. ચાવડા, ઉમર ચાવડા, આનંદબાઈ સહિતના હાજર રહ્યા હતા.
ખાનગી ધોરણે પ્રોસેસ કરતા 3 હજાર જેટલો ખર્ચ થતો હતો, અહિંયા રૂા. 500માં પરવાનો મળ્યો
લારી ગલ્લા ધારકોને ફુડ લાયન્સસ કઢાવવા માટે ખાનગી રીતે લોકોની મદદ લઈને ફુડ લાયન્સસ કઢાવતા હતા. જેનું લાયન્સસ પણ વીસેક દિવસની પ્રક્રિયા બાદ તેમના હાથે આવતું હતું. પરંતુ અહી 500 રુ. માં તુરંત હાથમાં પાંચ વર્ષનું લાયસન્સ મળી જતા આ પ્રકારના કાર્યક્રમો હજુ વધુ કરવાની માંગ સાથે આવકાર અપાયો હતો.
અસામાજિક તત્વો કરતા હતા બ્લેકમેઈલ
ગત કેટલાક સમયથી માથુ ઉંચકતા અસામાજિક તત્વો દ્વારા લારી ગલ્લા ધારકને પરેશાન કરીને તેમની પાસેથી દર થોડા સમય કેટલાક રુપીયા મંગાતા હોવાની રાવ પ્રબળ બની હતી. કેટલાક કિસ્સાઓમાં તો રાજકીય ઓથ હેઠળજ આ પ્રકારના કારનામા થતા હોવાની પણ ચર્ચા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.