ગ્રામ પંચાયતના રાજકારણ આવી ગરમી:ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતના પગલે પડદા પાછળના શરૂ થયા ખેલ

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય બેનર હેઠળ ભલે ચૂંટણી ન લડાય પણ ટેકો હોય છે
  • ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી પણ અંદરખાને સક્રિય બની તેવી શક્યતા નકારી ન શકાય

ગાંધીધામ સહિત રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીના નગરે ઘા વાગી ચૂક્યો છે. 19 ડિસેમ્બરના યોજાનાર ચૂંટણી અનુલક્ષીને કચ્છ જિલ્લાના સૌથી નાના ગણાય તેવા તાલુકાના રાજકારણમાં ગરમી આવી રહી છે. માત્ર 7 ગ્રામ પંચાયતો ધરાવતા તાલુકામાં રાજકારણ મોટી ભુમીકા ભજવે છે. જેને લઇને અગાઉ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પ્રતિષ્ઠાના ખેલ પણ ખેલાઇ ચૂક્યા છે. આગામી દિવસોમાં પણ રાજકારણની ગતિવિધિ તેજ બને તેવીશક્યતા વર્તાઇ રહી છે. આ વખતે પડદા પાછળ ભજવાતી ભૂમિકામાં ભાજપ કોંગ્રેસ સાથે આપ પાર્ટી પણ અંદર ખાને મેદાનમાં ઉતરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. હાલ તો તાલુકા પંચાયતના રાજકારણનું વાતાવરણ ગરમી બની રહ્યું છે. આગામી દિવસોમાં ખટપટના ખેલો શરૂ થશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા લીટમસ ટેસ્ટ
વિધાનસભાની ચૂંટણી પણ2022માં આવી રહી છે. જેના અનુસંધાને મહત્વની ભૂમિકા જે તે ગ્રામ પંચાયતો પણ ભજવવાની હોવાથી આવી ગ્રામ પંચાયતો પર પ્રભુત્વ જાળવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચંૂટણીને લઇને જે તે ગ્રામ પંચાયતોમાં પડદા પાછળ પોતાના પક્ષને વધુને વધુ મત મળે તે દિશામાં પગલા ભરાય તે દિશામાં પ્રયત્નો પણ કરવામાં આવશે તેમ જણાય છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તિવ્ર સંઘર્ષ અંદરખાને શરૂ થશે તેવા સંજોગો છે. હવે છેલ્લે જોવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો યથાવત રહેવા પામ્યો હતો.

ગ્રામ પંચાયતને વિકાસ માટે વધુ સત્તા મળી છે
છેલ્લા કેટલાય સમયથી પંચાયતોને વધુ સત્તા અને ગ્રાન્ટ આપવાનો અભિગમ દાખવવામાં આવ્યો હોવાને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી પર આગેવાનોનો ડોળો રહેતો હોય છે. અગાઉ કેટલીક ગ્રાન્ટો જિલ્લા કક્ષાએથી તાલુકામાં અને તાલુકામાંથી ગ્રામ પંચાયતને ફાળવાતી હતી. તેમાં ફેરફાર કરીને સીધી ગ્રાન્ટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવતાં જ જે તે ગ્રામ પંચાયતોમાં વિકાસ કામની દોડની સાથે આર્થિક હરણફાળ ભરીને જે તે વિસ્તારની કાયા પલટ પણ થઇ છે. કેટલાક વિસ્તારોમાં ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો પણ થઇ ચૂક્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દે કેટલીક ગ્રામ પંચાયતોમાં થયેલા આક્ષેપ પછી જિલ્લા કક્ષાએથી ટીમની તપાસ મોકલવામાં આવી હતી અને ઉહાપોહ પણ થયો હતો.

રાઇનો દાણો :ગ્રામ પંચાયતો કબ્જે કરાયાના વિવાદ પણ થયા હતા
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ ગત ચૂંટણી વેળા જે તે ગ્રામ પંચાયતોના પરીણામો આવ્યા પછી આમને સામને આક્ષેપબાજી અને જે તે પક્ષ તરફી પેનલ જીતી હોવા સહિતના મુદ્દે હવામાન ઉભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં દલીલોપણ થઇ હતી અને વિવાદ થયા હતા.

કેટલાક ગામધણી ટુ વ્હીલરમાંથી ફોર વ્હીલરમાં આવી ગયા
પંચાયતથી પાર્લામેન્ટ સુધીના રાજકારણમાં અનેકવિધ પરીબળો કામ કરતા હોય છે. જે તે બાબતે અવારનવાર વિવાદો પણ થતા હોય છે. સામાન્ય રીતે છેલ્લા કેટલાય સમયથી બદલાયેલા રાજકારણના ક્લેવરમાં જોવામાં આવે તો કેટલાક સામેએવા પણ આક્ષેપો થયા છે કે જેને ટુવ્હીલર હતું તેને ફોરવ્હીલર વસાવી લીધું છે. આ ગામધણીઓ સામે શંકાની સોયો પણ તકાઇ ચુકી છે. સેવાના નામે કેટલીક વખત ક્યાંક મેવાની પણ પદ્ધતિ અપનાવવામાં આવતી હોવાને લઇને વધુ રસ દાખવવામાં આવતો હોવાની પણ ફરિયાદો ઉઠે છે. જ્યારે કેટલાક કિસ્સામાં તો મહિલા અનામત માટે કરવામાં આવેલી જોગવાઇમાં મહિલાઓ વહીવટમાં સારી રીતે ભૂમિકા ભજવી શકે અને સારો વિકાસ જે તે ગામનો થાય તે દિશામાં કાર્યવાહી કરે તેઅભિગમમાં છેદ એટલા માટે પડે છે જેમાં કેટલાક સ્થળો પર મહિલાના પતિદેવ કે અન્ય કોઇ પુરૂષ સગા દ્વારા વહીવટનો દોરી સંચારનો આક્ષેપો પણ થઇ ચૂક્યા છે.

કઇ ગ્રામ પંચાયતમાં સરપંચ બેઠકનું રોટેશન

ગ્રામ પંચાયતબેઠક
પડાણાસામાન્ય બિનઅનામત
મીઠીરોહરબક્ષીપંચ મહિલા
ખારીરોહરસામાન્ય મહિલા
ગળપાદરઅનુસૂચિત જનજાતિ
કિડાણાસામાન્ય મહિલા
અંતરજાળઅનુસુચિત જાતિ મહિલા
શિણાયસામાન્ય બિનઅનામત
અન્ય સમાચારો પણ છે...