તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કંડલાથી હવે અમદાવાદની ફ્લાઈટ નિયમિત શરૂ થશે

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં વીમાની સેવાને લાગી હતી બ્રેક
  • અમદાવાદની વધુ એક ફ્લાઈટ ટુંક સમયમાં ફરી શરૂ કરાય તેવા આસાર

કંડલા એરપોર્ટ પર કોરોના કાળની પણ ઉંડી અસર પડતા એક સમયે પાંચ જેટલી ફ્લાઈટનો ધમધમાટની સામે એકલ દોકલ ફ્લાઈટજ ગત મહિનાથી ચાલતી હતી. તેમાંય છેલ્લા કેટલાક દિવસોથી તો અમદાવાદની બન્ને ફ્લાઈટ બંધ હતી અને માત્ર કંડલાથી મુંબઈ અને દિલ્હીનીજ વીમાની સેવા ચાલુ હતી. આમ કંડલા એરપોર્ટથી જાણે મુંબઈ દિલ્હી નજીક અને અમદાવાદ દુર થઈ ગયું હતું. પરંતુ બીજી લહેરના વળતા પાણી બાદ હવે અમદાવાદની ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવી હોવાનું એરપોર્ટ ઓથોરીટિના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

કંડલા એરપોર્ટ પર લાંબા સમયથી બંધ રહેલી કંડલા અમદાવાદની વીમાની સેવાને મંગળવારથી શરૂ કરવામાં આવી છે. જે સપ્તાહમાં ચાર દિવસ સોમ, મંગળ અને ગુરુ શુક્રવારે સેવા આપશે. નોંધવુ રહ્યુ કે અગાઉ અમદાવાદ એરપોર્ટ પર રન વેનું કામ ચાલુ હોવાથી તો અન્ય ફ્લાઈટને કેટલાક અન્ય કારણોસર રદ રહેતી હોવાનું જણાવાયું હતું. ગત કેટલાક દિવસોથી કંડલા એરપોર્ટથી માત્ર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટજ ઓપરેટ થઈ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...