વીમાની સેવાઓ પ્રભાવિત:કંડલા (એ)થી અમદાવાદની ફ્લાઈટ મહિના માટે બંધ?

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરોડા, સુરત ડાયવર્ટ કરાય તેવી સંભાવના
  • રન વેના કામથી વીમાની સેવાઓ પ્રભાવિત

અમદાવાદ એરપોર્ટમાં લંબીત રન વેનું કામ હવે શરૂ કરવાની ચહેલપહેલ વધતા અમદાવાદની ફ્લાઈટ આગામી કે આજ મહિનાના અંત સુધીમાં એકાદ મહિના જેવા આંશીક સમય માટે બંધ કરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. જોકે આની આધિકારીત પુષ્ટી બાકી છે, પરંતુ અમદાવાદની સેવા બંધ થતા પ્રવાસીઓને નજીકનું અન્ય સ્થળ મળી રહે તે માટે કંડલા થી બરોડા કે સુરતનો સ્લોટ આટલા સમય માટે ફાળવાય તેવી હીલચાલ થઈ રહી છે.

કંડલા એરપોર્ટથી રાજ્યના આર્થિક પાટનગર કે દેશ વિદેશ જવા માટેની ક્નેક્ટીવીટી માટે અમદાવાદની ફ્લાઈટનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ લાંબા સમયથી પેન્ડીંગ રહેલા અમદાવાદ એરપોર્ટના રન વેના સમારકામ અને વિસ્તરીકરણના કાર્ય માટે આખરે આવતા મહિનાની શરૂઆતનું મુહુર્ત નિકળ્યું હોવાનું જાણવા મળે છે.

અગાઉ દિવાળી ટાંકણેજ આ કામ શરૂ કરાતા કંડલા એરપોર્ટ થી અમદાવાદની ફ્લાઈટ બંધ કરવાનું જણાવાયું હતું, પછી કાર્યને થોડા સમય માટે ટાળી દેવાયું હતું. જે હવે શરૂ કરાતા કંડલા થી અમદાવાદની ફ્લાઈટને થોડા સમય માટે વીરામ આપીને બરોડા કે સુરત સુધીની સીધી ક્નેક્ટીવીટી અપાશે તેમ આંતરીક સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...