પરિવહન:કંડલા એરપોર્ટથી મુંબઈની ફ્લાઈટ પાટે ચડી, દિલ્હી દુર!, વિમાની સેવા આ સપ્તાહથી પૂર્વવતની વકી

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ બન્ને ફ્લાઈટ રદ્દઃ 15મીથી નિયમીત શરૂ

કોરોનાકાળના કારણે યાતાયાત પર ઉંડી અસર જોવા મળી છે. કંડલા એરપોર્ટથી 5 ફ્લાઈટ ઓપરેટ થવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ બીજી લહેરના કારણે ફરી તે પડી ભાગી હતી અને હવે સરેરાશ રોજની એક કે બે ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. કંડલા એરપોર્ટ પર ચાલતી વીમાની સેવાઓ અંગે માહિતી આપતા એરપોર્ટના ડાયરેક્ટર સંજીવ મેંઘલે જણાવ્યું હતું કે આ સપ્તાહથી ફરી વિમાની સેવા પુર્વવત થાય તેવી સંભાવના ઉભી થઈ રહી છે. અમદાવાદ માટે બે ફ્લાઈટ અહિથી ઓપરેટ થતી હતી, જેમાંથી એક ટ્ર જેટની બે દિવસથી રદ થઈ રહી છે, તો અગાઉ ચાર દિવસ શેડ્યુલીંગ થયું હતું.

તો આવીજ રીતે બીજી એરઈન્ડીયાની અમદાવાદની ફ્લાઈટ આગામી 15મી જુન સુધી બંધ છે. મુંબઈની સ્પાઈસ જેટની ફ્લાઈટ છેલ્લા દસ દિવસમાંથી 8 દિવસ ઓપરેટ થઈ હતી અને તા.2 તેમજ7 જુનનાજ રદ રહી હતી. આ ફ્લાઈટ પુર્વવત થવા તરફ આગળ વધી રહી છે. તો દિલ્હીની ફ્લાઈટ આનાથી ઉલટુ છેલ્લા દસ દિવસમાંજ બેજ વાર ઓપરેટ થઈ હતી. આમ બુકિંગના આધારે દિલ્હી, મુંબઈની ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે, હવે કોરોનાની બીજી લહેર ધીમી પડ્યા બાદ ફરી વિમાની સેવાઓ સામાન્ય તરફ વધે તેવી આશા સેવા રહી છે.

અન્ય સમાચારો પણ છે...