તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કંડલા સેઝમાં હુમલો કરનાર પાંચ ધાડપાડુ દબોચાઇ ગયા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ઝડપેલા સશસ્ત્ર હૂમલાખોર ધાડપાડુઓ. - Divya Bhaskar
પોલીસે ઝડપેલા સશસ્ત્ર હૂમલાખોર ધાડપાડુઓ.
  • પોલીસે હથિયારો સહિત 21 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ધાડના ઇરાદે ઘાતક હથિયારો સાથે ઘૂસેલા અને પડકારનાર ચાર સુરક્ષા કર્મીઓને ઇજા પહોંચાડનાર 5 ધાડપાડુઓને સ્થાનિક પોલીસે દબોચી લીધા હતા. બી-ડિવિઝન પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.12/6 ના રોજ મધરાત્રે 10 થી વધુ અજાણ્યા ઇસમો ધાડ પાડવાના ઇરાદે કાસેઝમાં ઘૂસ્યા હતા પણ ફરજ પર તૈનાત સુરક્ષા કર્મીઓએ તેમને પડકારતાં ચાર સુરક્ષા કર્મીઓને ઘાયલ કરી ફરાર થઇ ગયા હોવાની ઘટનામાં પોલીસ સતત વોચમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, આ ધાડપાડુઓ ઝોન પાછળ કિડાણા જતા રોડ પર જઇ રહ્યા છે.

આ બાતમીના આધારે કિડાણાના અસગર ઇસ્માઇલ ચાવડા, ઇબ્રાહિમ હાજી ચાવડા, ઉમર કાસમ ચાવડા, લિયાજય કાસમ ચાવડા અને ખારી રોહરના મુસ્તાક કાસમ સોઢાને કોર્ડન કરી દબોચી લીધા હતા. પકડાયેલા ધાડપાડુઓ પાસેથી લાકડાની સીડી, ધારિયા, ધોકા અને 4 મોબાઇલ સહિત કુલ રૂ.21,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરી હતી. આ કામગીરીમાં પીઆઇ દેસાઇ સાથે એએસઆઇ કિર્તી ગેડિયા, હેડકોન્સ્ટેબલ ગલાલ પારગી, રાજદિપસિંહ ઝાલા, સામત પટેલ, કોન્સ્ટેબલ રવિરાજસિંહ પરમાર, મહિપાર્થસિંહ ઝાલા અને ધર્મેશ પટેલ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...