તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:તાલુકાના 87 % લોકોને પ્રથમ ડોઝ : 2 લાખથી વધુનું રસીકરણ

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારત વિકાસ પરીષદના વેક્સિન કેમ્પની આગેવાનોએ મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
ભારત વિકાસ પરીષદના વેક્સિન કેમ્પની આગેવાનોએ મુલાકાત લીધી હતી.
  • આરોગ્ય વિભાગ દ્વારા મેળવાયેલી સિદ્ધી
  • સરકારી અને ખાનગી મળીને કુલ 2,10,656 લોકોનું વેક્સિનેશન કરાયું

ગાંધીધામ તાલુકમાઅં કોવિડ રસીકરણએ મહત્વપુર્ણ પડાવ એવા 2 લાખના આંકડાને પાર કર્યો હતો. આરોગ્ય અધિકારીએ જનપ્રતિનીધીઓ, સ્વયંસેવી સંસ્થાઓ, સામાજિક, ધાર્મિક આગેવાનો તેમજ આઈ.સી.ડી.એસ, વહીવટી તંત્ર,શિક્ષણ વગેરેના સહયોગથી તાલુકાની 8 ફિક્સ સાઈટ અને અલગ અલગ જગ્યાએ કેમ્પ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી હોવાનું કહ્યું હતું. ગાંધીધામ તાલુકામાં 18 વર્ષ થી ઉપરના 231080 ની સામે અત્યાર સુધી 201412 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો, એટલે કે 87% લોકો એ સરકારી સાઈટ અને કેમ્પ દ્વારા રસી લીધી છે.

સગર્ભાઓનું રસીકરણ પણ શરૂ
સગર્ભાઓનું રસીકરણ પણ શરૂ

તે ગણતરી અનુસાર 210656 એટલે કે 91% લોકો એ રસીકરણ કરાવેલુ છે. શરૂઆત માં ઓનલાઈન સ્લોટ ના મળતા ચાન્દ્રાણી,લકડીયા,રાપર અને માતા ના મઢ કે અન્ય જગ્યાએ જઈને પણ 7000 જેટલા લોકો એ રસી લીધી હશે, તે સંભાવના અનુસાર 215000 જેટલા લોકો એ પ્રથમ ડોઝ લીધો હોય તેવી પુર્ણ શક્યતા છે. કોરોના રસી નો પહેલો ડોઝ લીધો હોય તો 40% એન્ટીબોડી બને છે, સમયસર બીજો ડોઝ લો તો 80-90% એન્ટીબોડી બને છે. એટલે એક ડોઝ લીધેલો હોય પરંતુ બીજો ડોઝ ડ્યુ થયા બાદ પણ ના લીધો હોય એવા લોકોને સંક્રમણિત થવાના ચાન્સીસ વધુ છે.

ખાનગી રસીકરણ કેન્દ્રો પર 11091 લોકો એ પ્રથમ ડોઝ લીધો છે, એટલે કે ગાંધીધામમાં સરકારી અને ખાનગી જગ્યાએ કુલ 210656 એટલે કે 91% લોકો એ રસી લીધી છે. તાલુકા હેલ્થ ઑફિસર ડો. સુતરીયાએ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ, શેરી ફેરિયા, રીક્ષા અને ટેક્સી, બસ ડ્રાઈવર, દુકાનધારક, ઘરઘાટી, ચોકીદાર, દૂધ, ચા અને પાનવાળા,નાસ્તો કે અન્ય લારીઓ વાળા, ધર્મગુરુઓ અને આ બધા લોકો ના કુટુંબીજનોને તાતકાલિક નજીક ના સેન્ટરો પર જઈને રસી લેવા અપીલ કરી હતી. હાલમાં રસી પૂરતા પ્રમાણમાં આવતી હોવાથી ટોકન લેવાની કે લાંબો સમય લાઈન માં ઉભા રહેવું પણ ન પડતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ટીમ વર્ક સિવાય આ શક્ય નહતું, સતત દબાણ વચ્ચે ધીરજથી કામ કર્યું
જિલ્લામાં શરૂઆતથી વેક્સિનેશન સંદર્ભે સૌથી નાના તાલુકા એવા ગાંધીધામનો દેખાવ સારો રહ્યો છે. બે લાખ રસિકરણ પુર્ણ થતા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ સુતરીયાએ તેમને ટીમ પર ગર્વ હોવાનું કહીને કહ્યું કે પ્લાનીંગ કરીને પીએચસી, યુપીએચસી સ્તરે ભુજથી સમયસર વેક્સિન લાવવી, સાંજે મેસેજ કરીને આવશ્યકતા દર્શાવવી, ફીલ્ડમાં પહોંચવા ડ્રાઈવરો, એફએચડબ્લ્યુ, પીએચએન, એસએન, આરબીએસએક, સીએચઓ સહિતનાએ લોકોને સમજાવવું, એન્ટ્રી, ઓપરેટર, ક્લાર્ક, ફાર્માસીસ્ટ, સમયસર રિપોર્ટ માટૅ ઓપરેટર અને સુપરવાઈઝર, દૈનિક રિપોર્ટ આપતા મોનીકાબેન, પ્રકાશભાઈ, ઉર્વી, ડોઝ અનુસાર આયોજન કરતા વિનોદ ગેલોતર અને ચેતનાબેન., વિવાદ કરતા લોકોને સમજાવીને ટોકનાપતા વોર્ડ બોય, આયા, રામબાગના મનીષાબેન, મનોજ, ગીરીષ સહિતની આખી ટીમ સહિતના વિવિધની ટીમ દ્વારા આ શક્ય બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...