તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટની ઘટના બાદ તંત્ર દોડતું થયું:કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા ચકાસાઈ

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ મેડિકલ ઓફિસર સાથેની ટીમે શહેરના તમામ કોવિડ સેન્ટરમાં પહોંચીને તપાસ કરી
  • આરોગ્ય ટીમે આપાતકાલની સ્થિતિમાં હોસ્પિટલોમાં કેવી સુવિધા છે તેની જાણકારી મેળવી

રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં આગ લાગવાની બનેલી ગોઝારી ઘટના બાદ ગાંધીધામ, આદિપુરમાં કોરોના હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ક્યાં પ્રકારની છે તે ચકાસવા જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમે સંકુલની તમામ કોવિડ હોસ્પિટલોમાં ફરીને તપાસ કરી હતી. ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર અને સીવીલ સર્જન ડો. કશ્યપ બુચ, જિલ્લા રોગચાળા અધિકારી ડો. ડી.કે. ગાલા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયા, મનજીભાઈ ખેરટ સહિતની ટીમ શનિવારે રામબાગ હૉસ્પિટલ આવી પહોંચી હતી.

જેમણે સંકુલમાં આવેલી તમામ કોવિડ સ્પેશિયલ હૉસ્પિટલ રામબાગ, સ્ટર્લિંગ, સેન્ટ જોસેફ, ન્યુ હરિઓમની મુલાકાત લઈને ફાયર સેફ્ટી સંલગ્ન સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરીને જરૂરી સુચનાઓ આપી હતી. આ સાથે સંલગ્ન હોસ્પિટલોના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહિ નોંધવું રહ્યું કે અગાઉ સુરતની ઘટના બાદ સફાળી જાગેલી સરકારે ખાનગી ટયૂશન ક્લાસોને બંધ કરાવી દીધા હતા, તેવીજ રીતે અમદાવાદ અને ત્યારબાદ તાજેતરમાં રાજકોટ ખાતે કોરોના વિશેષ હોસ્પિટલમાં બનેલી ગોઝારી ઘટનાના પગલે તમામ દવાખાનાઓની તપાસ હાથ ધરાઈ રહી છે.

ગાંધીધામ ઈમરજન્સી રિસ્પૉન્સ સેન્ટરનો મહતમ સ્ટાફ કોરોના પોઝિટિવ ગાંધીધામ સ્થિત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનો મહતમ સ્ટાફ પણ થોડા દિવસો અગાઉ કોરોના પૉઝિટિવ માલુમ પડતા તેમને હોમ આઈસોલેશનમાં મુકાયા હતા. જેના કારણે આરોગ્ય વિભાગની આ ટીમ સાથે ભુજ અગ્નીશમન દળની ટીમ જોડાઈ હતી.

કોરોના ટેસ્ટિંગ વધારાઈ, શનિવારે 351 ટેસ્ટ કરાયા
તહેવારો બાદ હવે શીયાળાની અને લગ્ન સીઝનના કારણે કોરોના કેસમાં સતત વધારો થાય તેવો અંદેશો લગાવાઈ રહ્યો હતો. જેને લઈને ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગે અગાઉ જણાવ્યું હતું. શનિવારે આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડો. સુતરીયાએ કુલ 351 ટેસ્ટ કરાયા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...