રાહત:આદિપુર નજીક બાવળોમાં આગ, લોકોએ કાબુમાં લીધી

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત પખવાડીયામાં ગાંધીધામ સંકુલમાં સતત આગના નાના મોટા બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આવી વધુ એક ઘટના રવિવારના બપોરે આદિપુર નજીક બની હતી. અવાવરૂ પડેલા પ્લોટ પર કોઇ કારણોસર લાગી ગયેલી આગ સતત વિસ્તરીને આસપાસની સોસાયટીઓ સુધી પહોંચી હતી. જેને લોકોએ પોતાના પ્રયાસોથી થોડા કલાકોમાં કાબુમાં લઈને વિસ્તરતી રોકી હતી.

સંકુલમાં ખાલી પડેલા પ્લોટ્સની જાળવણી ન થતી હોવાની લાંબા સમયની રાવ વચ્ચે વધુ એક વાર આ પ્રકારના અવાવરૂ પ્લોટમાં આગજનીનો બનાવ બન્યો હતો. સદભાગ્યે ઘટનામાં કોઇને ઈજા પહોંચી નહતી, લોકોએએ પોતેજ જે પાત્રમાં હાથમાં આવ્યું તેનાથી પાણી નાખીને આગને કાબુમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...