તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુક્સાન:ગેરેજમાં 4 ટ્રક-ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી અઢી કલાકે અગન જ્વાળા કાબૂમાં આવી

ગાંધીધામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામના નેશનલ હાઈવે પાસે મોડી રાત્રે બનેલી ઘટના
 • આજે એફએસએલની ટીમ આવશેઃ બે વાહનમાં વધુ, બેમાં આંશિક નુક્સાન

ગાંધીધામના નેશનલ હાઈવે પાસે આવેલા એક ગેરેજમાં ગત રાત્રે ટ્રક અને ટેંકર એમ ચાર વાહનોમાં કોઇ રીતે આગ ભભુકી ઉઠી હતી. જેની જાણ થતા નગરપાલિકા અને ઈઆરસીના ફાઈટર સ્થળ પર ધસી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે થયેલી જાણવા જોગ અનુસાર તપાસનીસ અધિકારી માનાભાઈ આહીરે જણાવ્યું હતું કે ગળપાદરના ગાયત્રી સોસાયટીમાં રહેતા બલવીર સિંઘનું ગેરેજ છે. જેમાં તેવો વાહનોની બોડી અને કેબીન બનાવવાનું કામ કરે છે, તેના ગેરેજમાં ત્રણ ટ્રક અને એક ટેંકર પડ્યા હતા. જેમાં બેમા વધુ નુકશાન થયુ છે. આ અંગે એફએસએલને જાણ કરાતા તેની ટીમ આજે અહી આવીને તપાસ આદરશે. નગરપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રીના 2:15 વાગ્યે કોલ મળ્યો હતો, સ્થળ પર ટીમે સવારના 4:30 વાગ્યા સુધી રહીને પાણીનો છંટકાવ કરીને સ્થિતી કાબુમાં લાવી હતી. જેમાં દીપક માંગલીયા, મનીષ માંગલીયા સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો