તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:આદિપુરના 4-એમાં જ્વેલર્સમાં આગ, 2 ભાઈ દાઝ્યા: એક કલાકે કાબૂ આવ્યો

ગાંધીધામ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે સ્થળ પર પહોંચીને પોલીસે સુરક્ષા પ્રદાન કરી જથ્થો એકત્ર કરાવ્યો
 • શોર્ટસર્કિટથી લાગી આગ ઃ નગરપાલિકા, ઈઆરએસીના ફાયર ફાઈટરોએ કાબુ મેળવ્યો

આદિપુરના 4એમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં આગ લાગી જવાની ઘટના બની હતી. જેમાં માલીક સહિત બે દાઝી ગયાનું સુત્રોએ જણાવ્યું હતું. આદિપુરમાં બપોરના ભાગે 4એના નિલકંઠ નગર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં એકાએક આગ લાગી જતા દોડધામ મચી હતી. આગ અંગે જાણ થતા નગરપાલિકા અને ઈઆરસીના ફાયર ફાઈટર સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો છંટકાવ બપોરના દોઢ વાગ્યા આસપાસ શરૂ કર્યો હતો. કલાકના સંઘર્ષ બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો.

ઘટના સમયે આદિપુર પોલીસને જાણ થતા તેઓ પણ સ્થળ પર ધસી ગયા હતા. પીએસઆઈ એચ.એસ. તીવારીએ જણાવ્યું હતું કે દુકાનને સુરક્ષા પ્રદાન કરીને ચીજ વસ્તુઓ લેવડાવાઈ હતી. બંન્ને ભાઈઓને ઈજા થઈ હોવાથી હજી સુધી આ અંગે કોઇ નુકશાનની જાહેરાતની નોંધ કરાવાઈ નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર દુકાન માલીક દાઝી જતા અને તેમના ભાઈને પણ હાથમાં કાચ લાગતા હોસ્પિટલ ખસેડાયા હતા. આગ બુઝાવવામાં ઈઆરસી સાથે પાલિકાના ફાયર ફાઈટરો વીજય થોટીયા, દીપક ગરવા, પાર્થ મહેશ્વરી જોડાયા હતા.ઘટનાના પગલે વિસ્તારમાં દોડાદોડી થઇ પડી હતી અને લોકોએ જે હાથમાં આવ્યું તેનાથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બે અગ્નિશમન દળના પ્રયાસોથી આગ પર જલ્દી કાબૂ મેળવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો