ક્રાઈમ:દુકાનમાં આપઘાત કરનાર યુવાનના બે સહકર્મી સામે FIR

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાં સપ્તાહ અગાઉ દુકાનમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવનારા યુવાનના કિસ્સામાં અંતિમ પગલુ ભરવા મજબુર કરવા માટે મૄતકના ભાઈએ તેની સાથે કામ કરતા બે જુના કર્મીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.એ ડિવિઝન પોલીસ મથકે વિજયભાઈ માલીએ રાહુલ અશોકભાઈ શર્મા (રહે. શીણાય, યોગીપુરમ ટાઉનશીપ) અને વિપુલ દેવજીભાઈ ચૌધરી (રહે. ગળપાદર) સામે ગુન્હો નોંધાવતા જણાવ્યું હતું કે ગત તા.01/07ના તેમના ભાઈ23 વર્ષીય જયેશ પ્રેમજી માલીએ કચ્છ માર્કેટિંગની દુકાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેની પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં આ બન્ને શખસો દ્વારા મરણજનારને ધમકી આપી ચોરી કરાવી, તેના ફોનનો દુરપયોગ કરી અને બેંકોમાં ખાતા ખોલાવીને રૂપીયાનું ટ્રાન્ઝેક્શન કરીને ફસાવવાના પ્રયાસો કરીને ત્રાસ આપીને મરવા મજબુર કર્યો હોવાની ફરિયાદ બંન્ને વિરુદ્ધ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...