તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આખરે સમિતિની રચના માટે 18 મીએ પાલિકાની સભા બોલાવાઇ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મલાઇદાર સમીતિઓમાં સ્થાન મેળવવા કેટલાક નગરસેવકોના ઉધામા

ગાંધીધામ નગરપાલિકાની નવી ટીમની રચના કરવામાં આવ્યાને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પછી નિયમ મુજબ સમીતિઓની રચના કરવી જોઇએ તે કરવામાં વિલંબ થતાં ભાજપના જ નગરસેવકોમાં કચવાટ જાગ્યો હતો. સમીતિઓનું અસ્તિત્વ ન હોવાથી વહિવટનો ભાર પ્રમુખ ઉપર આવી ગયો હતો. હવે આગામી તારીખ 18 મીના રોજ સભા બોલાવીને સમીતિની રચના કરવા માટે ભાજપના મોવડી મંડળ દ્વારા લીલી ઝંડી આપવાના સંકેત મળતાં પાલિકામાં સભા બોલાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાની વિગત મળી રહી છે.

સંકુલની અંદાજે 3 લાખથી વધુ વસ્તી છે તેની પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થિત રીતે પૂરી પાડી શકાય તે માટે સ્થાનિક સ્વરાજની સંસ્થા પાસે લોકો આશાભરી નજરે જોતા હોય છે. ફરી એક વખત ચૂંટણીમાં ભાજપને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા પછી પાલિકાના ઇતિહાસમાં વિક્રમ સર્જાયો હતો અને 52 બેઠકોમાંથી 47 બેઠકો મેળવીને સત્તાના સિંહાસન ભાજપે પુન: સંભાળ્યું હતું. વાદ વિવાદ વચ્ચે નવી ટીમમાં ચાલતી ગડમથલમાં સમીતિઓની રચના ન થતાં કેટલાક નગરસેવકોએ તો પાલિકા કચેરીમાં કામ થતાં ન હોઇ આવવાનું પણ ટાળ્યું હતું.

મળતી માહિતી મુજબ હવે સમીતિની રચના કરવા સભા બોલાવવાની મંજુરી મળતાં જ પાલિકાના રાજકારણમાં ગરમી આવી ગઇ છે. કેટલાક નગરસેવકોએ પોતાના ગોડફાધરના સહારે મલાઇદાર સમીતિમાં સ્થાન મળે તે માટે લાંબા સમયથી લોબિંગ પણ શરૂ કરી દીધું છે. ત્રણ જેટલા જુથ પોત પોતાની રીતે સમીતિઓ કબજે કરવા માટે આગળ વધી રહ્યા છે તેમાં કોને સફળતા મળે છે તે તો સમય આવે ખ્યાલ આવશે.

કારોબારી, પીડબલ્યુડીમાં વધુ રસ
પાલિકામાં 30 થી 32 સભ્યો નવા ચૂંટાયા છે. વહિવટી ક્ષેત્રે કેટલાકને હજુ જાણકારી નથી, જ્યારે બીજી બાજુ કારોબારી, પીડબલ્યુડી, સેનિટેશન જેવી સમીતિઓમાં સ્થાન મેળવવા માટે દોડધામ પણ કરી રહ્યા છે. પ્રથમ અઢી વર્ષ કોના ફાળે કઇ સમિતિ જશે તે તો ખેંચતાણના અંત બાદ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...