તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:6 માસથી ખાલી મદદનીશ શ્રમ અધિકારીની જગ્યા ભરો

ગાંધીધામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુશળ-અકુશળ સંગઠને શ્રમ આયુક્તને ઘા નાખી
 • કચ્છ સહિતના 5 જિલ્લાઓનું અધિકાર ક્ષેત્ર

આદિપુરમાં 6 મહિનાથી મદદનીશ શ્રમ અધિકારી (એએલસી(સી))ની જગ્યા ખાલી પડી છે. આ અધિકાર ક્ષેત્રમાં આવતાં પાંચ જિલ્લાઓ કચ્છ, મોરબી,સુરેન્દ્રનગર, પાલનપુર, પાટણના 500થી વધુ ઔદ્યોગિક એકમો ઉપરાંત બે મુખ્યત્વે મહાબંદર આવેલા છે. ઇન્ચાર્જના સહારે યોગ્ય નિર્ણયો લઇ શકાતા નથી. આ બાબતે કુશળ-અકુશળ અસંગઠીત કામદાર સંગઠન ઇસ્ટ વેસ્ટ કચ્છ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ખાલી પડેલી જગ્યા પર નિમણૂંક કરવા માગણી કરી છે.

સંસ્થાના મહાસચિવ વેલજીભાઇ જાટે મુખ્ય શ્રમ આયુક્ત કેન્દ્રને પત્ર પાઠવી જણાવ્યું છે કે, એએલસી(સી)માં જૂન-2020માં પંકજ દહીયાની બદલી થતાં અન્ય કોઇ નિમણૂંક થઇ નથી. વધારાનો હવાલો રાજકોટના અધિકારી સંજીવ વર્માને સોંપાયો છે. આ અધિકારી આદિપુરની કચેરીની મુલાકાત લેતા ન હોવાનો આક્ષેપ કરીને જેને લઇને મજુરો, યુનિયનો પોતાના પ્રશ્નો માટે રાજકોટની કચેરીએ મુલાકાત લેવાની ફરજ પડતી હોવાનું જણાવ્યું છે.

200 કિલોમીટરથી વધુનો ધક્કો ખાવો પડે છે. મજુરો, યુનિયનોએ નોકરી દાતા સાથેના વિવાદના સમાધાન માટે રાજકોટ જવું પડે છે. આદિપુરની અધિકાર ક્ષેત્ર મોટું હોવાથી મુશ્કેલી પડી રહી છે. જેને લઇને તાકીદે અધિકારીની નિમણૂંક કરવા ભાર મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો