તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશબંધી:DPTના લેન્ડ વિભાગમાં ફાઇલો અટવાઇ

ગાંધીધામ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોર્ગેજ, ટ્રાન્સફર, પેનલ્ટી વગેરે મુદ્દે લોકડાઉનના પગલે અરજદારો માટે પ્રવેશબંધી
 • એસઆરસી વગેરે સ્થળો પર સામાજિક અંતર જાળવીને નિમયનું પાલન કરી ફાઇલનો થાય છે નિકાલ

ગાંધીધામ સંકુલના લોકોને અવારનવાર જુદા જુદા પ્રશ્ને પીડા સહન કરવી પડે છે. પાંચ- પાંચ ઓથોરીટી વચ્ચે પીસાતા લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પ્રશ્નના ઉકેલ માટે અફળાવવું પડે છે. લોકડાઉનના પગલે દીન દયાળ પોર્ટમાં જમીન વિભાગ જેમાં લોકોનો સીધો સંપર્ક છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. અંદાજે 50 જેટલી ફાઇલો હાલ અટવાઇ ગઇ છે. અરજદારો તપાસ કરવા જાય તો તમે કેમ આવ્યા છો તેમ કહીને તતડાવી નાખવામાં આવતા હોવાની બૂમ ઉઠે છે. સહીસિક્કા ન થતાં દસ્તાવેજો પણ અટકી જાય છે. આ બાબતે તાકીદે દીન દયાળ પોર્ટ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગણી ઉઠી રહી છે. 
દીન દયાળ પોર્ટ દ્વારા વસૂલ કરવામાં આવતા ટ્રાન્સફર, મોર્ગેજ ફી સહિતના મુદ્દે અગાઉ ચેમ્બર સહિતની સંસ્થાઓએ આંદોલન કર્યું હતું. લોકોને સમસ્યારૂપ બનેલી આ બાબતો પ્રશ્ને શહેરનો આક્રોશ જોઇને આખરે દીન દયાળ પોર્ટ દ્વારા યોગ્ય નિર્ણય લેવાની ફરજ પડી હતી. ડીપીટીના જમીન વિભાગમાં કોઇને કોઇ કારણોસર જુદા જુદા વિવાદો અવારનવાર ઉભા થાય છે. હાલ લોકડાઉનના પગલે ડીપીટીમાં લોકોને માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. અરજદારો દ્વારા મુકવામાં આવેલી ફાઇલો કે અરજી પર પછી ધ્યાન દેશું તેમ કહીને વળાવી દેવામાં આવતા હોય છે. ડીમાન્ટ પરમીશન પેનલ્ટીની ફાઇલોનો નિકાલ ન થતાં તેની સીધી કે આડકતરી અસર લાખો રૂપિયાની રેવન્યુ પર પણ પડી રહી છે. બીજી તરફ એસઆરસી, જીડીએ સહિતની સંસ્થાઓ પણ તેમની પાસે આવતી ફાઇલોનો નિકાલ થાય તે માટે પ્રયત્ન કરે છે અને લોકોને અવરજવર માટે કોઇ પ્રવેશબંધી નથી. નિયમનું પાલન કરાવી સામાજિક અંતર જાળવવાની સાથે સેનીટાઇઝેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
બેંકની લોન મળવામાં પણ વિલંબ 
ડીપીટીમાં મુકવામાં આવેલી ફાઇલમાં ઓકે થયા પછી સંબંધિત લોકો દ્વારા લોન મુકવામાં આવતી હોય છે. બેંકમાં મુકવામાં આવતી લોન પણ આ કારણોસર મોડી મળે તેવી શક્યતાઓ હાલ ઉભી થઇ છે. લોકડાઉનની સ્થિતિ પછી સંકુલની ગાડી પાટા પર લાવવાની જવાબદારી છે તેવા લોકો હજુ સુધી કુંભકર્ણની સાથે હરીફાઇમાં ઉતર્યા હોય તેમ જણાય છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો