તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને પદાધિકારીઓ સામે કોર્ટમાં કેસ કરો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 35 કરોડના કથિત ભ્રષ્ટાચારની ફરિયાદમાં અદાલતનો હુકમ
 • થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનના ટેન્ડરમાં ગરબડ ગોટાળાના આક્ષેપ સાથે કોંગ્રેસે કરી હતી ફરિયાદ

ગાંધીધામ નગરપાલિકાના જુદા જુદા કામોને લઇને અવારનવાર ફરિયાદો ઉઠતી રહી છે. ગત ટર્મ વખતે કોંગ્રેસના જે તે સમયના નગરસેવક દ્વારા માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી વિગતો પછી રાજકોટની ગ્રેવીટાસ્ક કન્સ્લટન્ટના ટેન્ડરના ભાવમાં છેકછાક કરવામાં આવી હતી. વર્ષમાં અંદાજે 35 કરોડના કામો થર્ડ પાર્ટી થકી આપવાના કિસ્સામાં મુખ્ય અધિકારીની સહી હતી. જ્યારે પદાધિકારીઓમાં ચેરમેન અને પ્રમુખના નામનો ઉલ્લેખ હતો પરંતુ સહી ન હતી તે સહિતના મુદ્દે જે તે સમયે અધિક ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ ગાંધીધામમાં કરવામાં આવેલી ફરિયાદ પછી તાજેતરમાં આ બાબતે ભ્રષ્ટાચાર નિવારણ ધારા તળે ગુનો બનતો હોઇ ફરિયાદને હકુમત ધરાવતી અદાલતમાં ફરિયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં તત્કાલીન અધિકારી- પદાધિકારીઓમાં મુખ્ય અધિકારી નીતિન બોડાત, ગીતાબેન ગણાત્રા, તારાચંદ ચંદનાની, વિજય મહેતા, એજન્સીનો સમાવેશ થતો હતો. પાલિકાની ગત બોડી વખતના કામોમાં તત્કાલીન નગરસેવક નિલેશ ભાનુશાળીએ ચીફ જ્યુડી. મેડજીસ્ટ્રેટની 420, 406 ટાંકીને તા.9-7-2019ના ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં સરકારની ગ્રાન્ટ તેમજ સ્વભંડોળમાંથી આરસીસી પેવર બ્લોક, વરસાદી નાળા, કમ્પાઉન્ડ વોલ વગેરે સેવાઓ પુરી પાડવા માટે સરકાર માન્ય નિષ્ણાંત કન્સ્લટન્ટ નિમવાના હતા.

જે અંગે શીલબંધ કવરમાં પાલિકામાં મોડા મોડા તા.3-5-17ના મળી જાય તે રીતે માંગવામાં આવેલા ટેન્ડરમાં 6 પાર્ટીઓએ રસ ધરાવ્યો હતો. જેમાં રોજકામ પણ કરવામાં આવ્યું હતું. રાજકોટના ગ્રેવીટાસ્ક કન્સ્લટન્ટનો ભાવ 1.89 રૂપિયા હતો તેમાં છેકછાક કરવામાં આવી હતી. આ ટેન્ડરમાં તત્કાલીન ચીફ ઓફિસર નીતિન બોડાતની સહી હતી.

પાલિકાએ વાર્ષિક 35 કરોડ રૂપિયાના કામના ટેન્ડરમાં મળતીયાને ટેન્ડર આપી નીચો ભાવ જે પેઢીનો હતો તેને ન આપીને ગુનાહીત કૃત્ય કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. એડવોકેટ પ્રવિણ પરમારને જણાવ્યા મુજબ આ બાબતે અદાલતે ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇને દસ્તાવેજી આધારો સંદર્ભે ગુનો ભ્રષ્ટાચાર નિવારણ ધારા તળે બનતો હોઇ હકુમત ધરાવતી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો