તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કણખોઇમાં ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ પીધું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભોગ બનનારે પતિ, દિયર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો

ભચાઉના કણખોઇ ગામ ખાતે ચારિત્ર ઉપર શંકા રાખી પતિ અને દિયર દ્વારા અપાતા માનસિક અને શારિરિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી લીધું હોવાની ઘટના ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે. કણખોઇના ગાયત્રીનગરમાં રહેતા 32 વર્ષીય વરજુબેન વિશનભાઇ જીવાભાઇ શામળીયાએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના લગ્ન કણખોઇ રહેતા વિશનભાઇ જીવાભાઇ શામળિયા સાથે વર્ષ-2015 માં થયા હતા. તેમને સંતાનમાં કંઇ નથી.

સાસરામાં સાસુ સસરા સાથે અવાર નવાર બોલાચાલી થતી પરંતુ સાસુ તેમને ત્રાસ આપતા ન હતા. પણ પતિ વિશન અને દિયર લાલજીભાઇ જીવાભાઇ શામળીયા તેમના ચારિત્ર ઉપર ખોટા વહેમ રાખી અવાર નવાર માનસિક ત્રાસ આપતા રહેતા હતા. જે સહન ન થતાં તેઓ માવતરે ચોબારી આવી ગયા હતા. તા.1 એપ્રીલ 2021 ના રોજ સમાધાન બાદ તેઓ ફરી સાસરે પરત ફર્યા હતા. બાદ ગઇ કાલે ફરી બોલાચાલી થતાં તેમણે પોતાના ભાઇ હરેશમેરિયાને વાત કરતાં તેઓ ત્યાં ગયા તો તેમની સાથે પણ દિયર લાલજીભાઇએ ઝઘડો કરતાં તેમને લાગી આવતાં ફિનાઇલ ગટગટાવી લીધું હતું. હાલ તેઓ સારવાર હેઠળ ખસેડાયા છે.

અન્ય સમાચારો પણ છે...