તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વીજ કંપનીની બેદરકારી માનવીનો ભોગ લે તેવી ભીતિ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકુલમાં ઠેર ઠેર ખુલ્લા વાયરિંગથી પશુ બને છે ભોગ
  • અગાઉ વીજ ડીપીની પણ સમસ્યાએ લોકોને ફફડાવ્યા હતા

ગાંધીધામ- આદિપુરના જુદા જુદા વિસ્તારોમાં વીજ કંપનીની કેટલાક સ્થળો પર બેદરકારી છતી થઇ રહી છે. ખુલ્લા પડેલા વાયરીંગ કે વીજ ડીપીની કાળજી લેવામાં ન આવતાં પશુઓ વીજ કરંટથી મોતને ભેટ્યા છે. અગાઉ આવા કિસ્સા બની ચૂક્યા છે. જે તે સમયે આ બાબતે ફરિયાદ પણ થઇ હતી. પરંતુ વીજ કંપનીએ ઘડો લીધો હોય તેવું જણાતું નથી. મુખ્ય બજાર વિસ્તારમાં ખુલ્લા વાયરીંગને કારણે વેપારીઓ ભયભીત બની ચૂક્યા છે. કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પગલા ભરવા માગણી કરી રહ્યા છે.

ડી-56 ચાવલા ચોક પાસે તાજેતરમાં એક આખલો અને એક શ્વાનનો ભોગ ખુલ્લા વાયરીંગે લીધો હતો. મુખ્ય બજારમાં વીજ ફોલ્ટને લઇને વીજ પુરવઠો પણ બંધ રહ્યો હતો. પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવે છે પરંતુ જે રીતે કાર્યવાહી થવી જોઇએ તેમાં ઉણપને લઇને અવારનવાર પ્રશ્નો પણ સર્જાતા હોય છે. વેપારીઓની માગણી છે કે વીજ કંપની દ્વારા તાકીદે પગલા ભરાય.

અન્ય સમાચારો પણ છે...