તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:નાળા પર થયેલા દબાણો ન હટે તો ઘરમાં પાણી ભરાવવાની ભીતિ

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5000 લોકોની વસ્તી ધરાવતા કેસરનગરની સમસ્યા
  • રહીશો દ્વારા પાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી

કેસરનગર-1ના નાગરીકો દ્વારા પાલિકાના મુખ્ય અધિકારીને પત્ર પાઠવી નાળા પર થયેલા દબાણ અને સફાઇ કરવામાં ન આવતાં લોકો પરેશાન થઇ ગયા છે. ગંદકીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દબાણ દૂર કરવામાં ન આવે તો વરસાદી પાણી રહીશોના ઘરમાં ઘુસી શકે તેવી દહેશત વ્યક્ત કરીને તાકીદે પગલા ભરવા માગણી કરી છે.

કેસરનગર-1, ઘોડા ચોકડી, આદિપુર – કચ્છના મેઇન રોડની સાથે નાળું આવેલું છે. જેની ઉપર દબાણ કરીને બુરાણ કરી દેવામાં આવ્યું છે. નાળા પર કચરો ફેંકતા હોવાથી ગંદકી પણ વધી રહી છે. અડધો રોડ ઢંકાઇ જાય છે. ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે.

વરસાદની સિઝન શરૂ થવાની હોવાથી નાળા પર દબાણ અને સફાઇ ન થતાં રહીશોના ઘરમાં પાણી ઘૂસી જાય તો નુકશાન જાય તેવી દહેશત હોઇ તાત્કાલિક નાળા પરના દબાણ દૂર કરી સફાઇ કરવા માગણી કરવામાં આવી છે. તાકીદે પગલા ભરવામાં ન આવે તો જાનહાની કે નુકશાન થશે તેની જવાબદારી પાલિકાની રહેશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

રેલવેને નાળાના દબાણ મુદ્દે પાલિકાએ કરી ટકોર : અગાઉ પાણી ભરાયા હતા
જાણકાર વર્તૂળોના જણાવ્યા મુજબ રેલવે દ્વારા બ્રીજ નીચે કરવામાં આવેલી કામગીરીને કારણે પાણીનો નિકાલ અટકે તેવી શક્યતા ઉભી થઇ છે. પાલિકાએ આ બાબતે રેલવે પ્રશાસનને જાણ કરીને પત્ર પાઠવી તાકીદે આ બાબતે ગંભીરતા દાખવીને કામગીરી કરી પાણીનો નિકાલ અટકે નહીં તે માટે કામગીરી કરવા માટે જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...