તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ઓનલાઇન પોર્ટલ થકી મન ગમતા પુસ્તકો વાંચી શકાશે, ચાર મિત્રોના સહયોગથી લાઇબ્રેરી શરૂ કરાઇ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છ નો ત્રિવેણી સંગમ આદિપુર, અંજાર, ભુજના યુવાનો દ્વારા લુપ્ત થતાં પુસ્તકાલયોની ચિંતા નો સામનો કરવા ગીતા જયંતિના અવસરે “આત્મીય રેન્ટલ લાયબ્રેરી” એક ઓનલાઇન પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વેબસાઇટ પર જઈને અથવા ક્યુ.આર.કોડ સ્કેન કરીને પુસ્તકો વાંચી શકાશે. આજના યુવાનોને ઈન્સ્ટાગ્રામ અને ફેશબુકની ફીડ્સમાંથી બહાર લાવવા પુસ્તકો તરફ આગળ વધારવા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લાઈબ્રેરીમાં તમામ ઉપયોગી પુસ્તકો નાના બાળકોથી લઈને વડીલો ને ગમતાં એવાં પુસ્તકો ઓનલાઇન મૂકવામાં આવ્યાં છે.

ઠક્કર નિકુંજ, ઠક્કર પુનિત, ધોળકિયા પાયલ અને નેહા ચંદે આ ચાર મિત્રોના સહયોગથી આદિપુરમાં લાઇબ્રેરી ચલાવવામાં આવે છે. આ લાઈબ્રેરીનો હેતુ માત્ર પુસ્તકપ્રેમી માટે જ્ઞાનની ગંગા વધુ વહેતી થાય તે છે. આ લાઈબ્રેરીનું ઉદ્દઘાટન અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદથી ડૉ.દર્શનાબેન ધોળકિયા, ડૉ.ભાવેશ જેઠવા, ડૉ. કાશ્મીરા મેહતા, ડૉ.આર.વી.બસિયા, ડૉ.નવલકિશોર શર્મા તેમજ પ્રોફ.મિલિન્દ સોલંકી, કલ્પેશ બારોટના હસ્તે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો