લેન્ડ ગ્રેબિંગ:2 દુકાન પચાવી પિતા-પુત્ર ભાડું ખાતા હતા

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં મિલકતના માલિકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો નોંધાવ્યો
  • ​​​​​​​મેઇન બજાર જેવા વિસ્તારમાં બળજબરી પૂર્વક દૂકાનો પર કબ્જો કરાયો હોવાનું જણાવ્યું

ગાંધીધામની મેઇન બજારની બે દુકાનો પચાવી પાડી તે ભાડે આપી ભાડું વસૂલતા લક્ષ્મણ ઉર્ફે લખ ગુવાલાણી અને મનિષ લક્ષ્મણ ગુવાલાણી વિરૂધ્ધ શક્તિનગર એન્યુ10/બી માં રહેતા 57 વર્ષીય પદ્દમાબેન વિનોદભાઇ બલવાણીએ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

તેમાં તેમણે જણાવ્યા મુજબ ગાંધીધામની મેઇન બજારમાં આવેલી દુકાન નંબર એન- 49 તા.20 ડિસેમ્બર 2004 માં રમેશ પી. ખુશલાની અને ગોપાલ પી. ખુશલાની તેમજ અને એન-50 નંબરની દુકાન પુજા અશોક ખુશલાની પાસેથી વેંચાણે લીધી હતી. આ દુકાનો તા.11 ઓક્ટોબર 2010 ના રોજ લીઝ એગ્રીમેન્ટ કરી મે.જી.જે.ફ્રીડમ ફેશન્સના અનિલ લખવાણી અને પ્રકાશ લખવાણીને નવ વર્ષ માટે આપી હતી. આ લીઝ 2019 માં સમાપ્ત થયા બાદ આ બન્ને જણાને લક્ષ્મણ ઉર્ફે લખ ગુવાલાણી અને મનિષ લક્ષ્મણ ગુવાલાણી સાથે સારી ઓળખાણ હોઇ જબરજસ્તી પચાવી પાડી હતી. તેમને અવાર નવાર દુકાનો ખાલી કરવાનું કહ્યું પરંતુ ન કરતા઼ આ બાબતે લેન્ડ ગ્રેબી઼ગ તળે ગુનો નોંધવા કચ્છ કલેક્ટરને કરેલી ફરિયાદ અરજી બાદ તપામ તપાસ પૂર્ણ થતાં બન્ને વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. ડીવાયએસપી વી.આર.પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.

ભચાઉના હલરા ગામમાં 3 સહોદરોએ જમીન પચાવી મકાન બનાવી નાખ્યું
ભચાઉ તાલુકાના હલરા ગામની જમીન પચાવી ત્રણ સહોદરોએ મકાન બનાવ્યા બાદ ખાલી ન કરતાં જમીન માલિકે ત્રણે વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. ભચાઉના રામપર રહેતા 43 વર્ષીય ખેડૂત હિતેષભાઇ પૂંજાભાઇ છુછીયા અને તેમના નાના ભાઇ દિનેશભાઇ છુછીયાની માલિકીની હલરા સીમમાં આવેલા સર્વે નંબર 189 પૈકી 1 જમીન પર હલરાના જ ત્રણ સગાભાઇ હોથી ખેંગારભાઇ છુછીયા, ભુરા ખેંગારભાઇ છુછીયા અને હરઘોર ખેંગારભાઇ છુછીયાએ તેમની આ માલીકીની જમીન પચાવી પાડવાના ઇરાદે મકાન બનાવી દીધું હતું. આ જમીન ખાલી કરવાનું કહ્યા છતાં ખાલી નકરતાં આ બાબતે તેમણે કચ્છ કલેક્ટરને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા તળે ગુનો નોંધવા ફરિયાદ અરજી કરી હતી. કલેક્ટરે તપાસ બાદ જિલ્લા કક્ષાની સમીતીની બેઠકમાં આપેલી સૂચના મુજબ તેમણે સામખીયાળી પોલીસ મથકે લેન્ડ ગ્રેબી઼ગ એક્ટ તળે ત્રણે ભાઇ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...