તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જુની સુંદરપુરીમાં અગાઉના જુના ઝઘડાનું મનદુ:ખ રાખી યુવાન ઉપર ઘાતક હુમલો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કિડાણામાં બાઇક ચલાવવા મુદ્દે બે જણાએ યુવાનને લાકડીથી ફટકાર્યો

ગાંધીધામ સંકુલમાં છેલ્લા બે દિવસમાં હુમલા, મારામારી અને ધમકીઓની ચાર ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. જુની સુંદરપુરી રહેતા 31 વર્ષીય ગોવિંદ બાબુભાઇ ધેડાએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાત્રે 11 વાગ્યે ડો.હેમાંગ પટેલ હોસ્પિટલ સામે તેનો ભાઇ અર્જુન બેઠો હતો ત્યારે એક વર્ષ પહેલાં ફરિયાદી ગોવિંદ સાથે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી વિનોદ ઉર્ફે વીરમ રામજી વીગોરાએ મારી નાખવાના ઇરાદે અર્જુનને લોખંડનો પાઇપ માથામાં ફટકારી તેમજ ડાબા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને આરોપી વિનોદ ઉર્ફે વીરમને લોખંડનો પાઇપ સત્યમ બારોટે આપ્યો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું છે.

એ-ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો કિડાણાની સોમૈયા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય મનસુખભાઇ ભલાભાઇ ગોહિલે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત રાત્રે તેઓ પોતાનું બાઇક લઇને સોસાયટીમાં જ રહેતા જીવતીબેનના ઘરે જઇ રહ્યા હતા ત્યારે મોહનભાઇ રોશિયાના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે મોહનભાઇ અને તેના પુત્ર હેમુએ તું અમારા ઘર પાસેથી બાઇક કેમ ચલાવે છે કહી બોલાચાલી કરી મોહનભાઇએ લાકડી વડે અને તેમના પુત્રએ ધક બુશટનો મારી મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગણેશનગરમાં સામાજિક અગ્રણીને ફોન કરી મારી નાખવાની ધમકી
શહેરના સેક્ટર-6, ગણેશનગરમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા તેમજ સામાજિક અગ્રણી 33 વર્ષીય કિશોરભાઇ ઉર્ફે છબીલ શામજીભાઇ ધુવાને તા.5/5 ના રોજ રાત્રે 8 વાગ્યે એક અજાણ્યા ઇસમે ફોન કરી ગણેશનગરની ચંચુપાત છોડી દેજે કહી ગંદી ગાળો આપી તું મને બહાર મળજે તેને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી ફોન કરનાર કોણ હતો તે ખ્યાલ નથી પણ તેઓ અસામાજિક તત્વો વિરૂધ્ધ હમેંશા અવાજ ઉઠાવતા હોવાને કારણે તેમને અજાણ્યા ઇસમે ફોન પર ધમકી આપી હોવાનું જણાવી ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યું હતું. પોલીસે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના આરટીઆઇ એક્ટિવિસ્ટ ઉપર મારી નાખવાના ઇરાદે હુમલો
શહેરના આરટીઆઇ એક્ટિવિસ્ટ રવિન્દ્ર નરેન્દ્ર સબરવાલે અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.10/5 ના સાંજે તેઓ પોતાના પરિવાર સાથે કારમાં સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા ત્યારે પજેરો ગાડીમા આવેલા શક્તિસિંહ અનુપસિંહ જાડેજાએ તેમની ગાડીને આંતરી નશામાં ચુર હાલતમાં ચાકુ લઇને તને આજે પતાવી નાખવો છે કહી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પણ સેન્ટ્રલ લોક કર્યો હોવાને કારણે દરવાજો ન ખુલતાં તેણે કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો પરિવાર ડરેલો હોવાથી રવિન્દ્ર સબરવાલ કાર રિવર્સ લઇને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને આ બાબતે ગાંધીધામ કંટ્રોલરૂમ અને અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હુમલો કરનાર ઇસમથી તેમને અને પરિવારને ખતરો હોવાનું જણાવી રક્ષણ પણ માગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...