સમસ્યા:રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે વાહનોના અડીંગાથી જીવલેણ અકસ્માતો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની રોડ પર વાહન ઉભું ન રાખવાની સૂચનાનું સુરસુરિયું
  • ગાંધીધામથી ભચાઉ અને કંડલા હાઇવે પર ટ્રાફિક માટે પણ સમસ્યારૂપ

હાઇવે પર ભારેખમ વાહનો ઉભા રહેતા હોવાથી અવારનવાર અગાઉ અકસ્માતો નોંધાયા હતા. તાજેતરમાં પણ કંડલા પાસે થયેલા અકસ્માતમાં બે માનવીઓએ જીવ ગુમાવવાની નોબત આવી હતી. પોલીસ દ્વારા હાઇવે પર વાહનો ન ઉભા રાખવા આપવામાં આવેલી સૂચનાનું યોગ્ય પ્રમાણમાં પાલન થતું નથી. તેવી ફરિયાદ પણ ઉઠી રહી છે. હાઇવે પર વાહનોનો ખડકલાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે.

આવા દ્રશ્યો ગાંધીધામથી કંડલા અને ગાંધીધામથી ભચાઉ હાઇવે પર રોજિંદા બની ગયા છે. જેને લઇને અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. હાઇવે પર થતા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા સહિતના હેતુ અને ટ્રાફિકની સમસ્યા ન વકરે તે માટે પોલીસ દ્વારા અગાઉ હાઇવે પર ભારેખમ વાહનો પાર્ક ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ સુચના પછી થોડા સમય પાલન થયા બાદ પરીસ્થિતિ યથાવત રહેવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...