ઉજવણી:રાષ્ટ્રીય સિંધી સમાજની મહિલા વિંગ દ્વારા ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુ નાનક દેવજીની જન્મ જયંતીની આદિપુરમાં ઉજવણી
  • બાળકો ઉમંગભેર સ્પર્ધામાં જોડાયા

ગુરુ નાનક દેવજીની જન્મ જયંતીની ઉજવણીના અનુસંધાને રાષ્ટ્રિય સિંધી સમાજના મહીલા વિંગ દ્વારા આદિપુરના ગુરુ મંદિરમાં ગુરૂ નાનક દેવની થીમ પર બાળકો માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ હતી આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સિંધી સમાજના ઉપપ્રમુખ મહેશ પી. આહુજા, રાષ્ટ્રીય સિંધી સમાજ કચ્છ જિલ્લાના પ્રમુખ પ્રકાશ રામચંદાંની, ગોવિંદ દનીચા, હરેશ કુમાર તુલસીદાસ કિશનસિંહ ખાલસા, સુનિતા આહુજા, શ્યામ જગનાણી, મમતા આહુજા, રમેશ અજબાણી, કવિતા પારવાણી, લક્ષ્મણદાસ ભાટીયા, લાજવંતી પારવાની વગેરેએ ઉપસ્થિત રહી ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહિત કરેલ સાથે સાથે તેમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આયોજન જયશ્રી ખાલસા, જયશ્રી નાથાણી, સુનિતા ગોપલાની, ઉર્વશી કારીયા, સુનીતા લખવાની તેમજ મહીલા વિગની કાર્યકર્તાઓ દ્વારા કરવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...