તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામમાં 1993 ના સ્ટેમ્પ પેપર ઉપર બનાવટી ભાગીદારી ડીડ બનાવી તેના આધારે બેંક ખાતું ખોલાવી રકમ અંગત ઉપયોગમાં લેનાર આરોપીના ગાંધીધામ કોર્ટે આગોતરા જામીન ફગાવી છે. આ કેસની વિગતો એવી છે કે, ફરિયાદી મેહુલ પ્રેમજી સોરઠીયાએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા પ્રેમજી વાલજી સોરઠીયાનું અવસાન 15 નવેમ્બર 2001 માં અમદાવાદ ખાતે થયું હતું.
તેમ છતાં વર્ષ 1993 ના જુના સ્ટેમ્પ પેપરઉપર ઓટો પાર્ટ્સ સેન્ટર ના નામે એક બનાવટી ભાગીદારી ડીડ તા.15 નવેમ્બર 2001 ના રોજ બનાવી તથા તે જ રીતે ફ્રોડ કરી પાવર ઓફ એટર્ની બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી નવીન વાલજી સોરઠીયા, માવજી વાલજી સોરઠીયા અને ચેતન માવજી સોરઠીયા દ્વારા આપસરમાં સમજી લઇ ગાંધીધામ મર્કેન્ટાઇલ કો.ઓપ.બેંકમાં ખાતું ખોલાવી તેમાંની રકમ પેઢીમાં જમા કરવાને બદલે અંગત ઉપયોગ માટે રાખી છેતરપિંડી કરી હતી.
આ ફરિયાદ અનુસંધાને આરોપી માવજી વાલજી સોરઠીયાએ ગાંધીધામ એડિશ્નલ સેશન્સ જજ સમક્ષ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેની તા.21 ડિસેમ્બર 2020 ના કરવામાં આવેલી સુનાવણીમાં ફરિયાદમાં જણાવાયેલા આરોપો ગંભીર હોવાથી અરજદારની આગોતરા જામીન માટેની અરજી કોર્ટે ફગાવી હતી.આ કેસમાં સરકારી વકીલ તરીકે કુ.હિતેષીબેન ગઢવીએ સરકાર પક્ષે દલીલો કરી હતી. તેમજ ફરિયાદીના વકીલ તરીકે એડવોકેટ એ.જે.ઠક્કર, ભરત હરિલાલ ઠક્કર અને હિરેન બલદાણિયા હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.