તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પાસે જ મેળા જેવો માહોલ!

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે કોલોની પ્રવેશદ્વાર
  • સુંદરપુરીથી ગાંધીધામ આખાનું શાકભાજી કનેકશન : અમદાવાદમાં ‘સુપર સ્પ્રેડર’ નો અનુભવ કામે લગાડાશે?
  • સંક્રમિત નજીકના વિસ્તારોમાં જ ભરાતી બજાર જોખમી

ગાંધીધામ સંકુલમાં કુલ 13 સ્થળોને આરોગ્ય વિભાગે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં સુંદરપુરી જેવા વિસ્તાર કે જેને શાકભાજીની લારીઓ માટેનું હબ પણ ગણાય છે. તેનો પણ સમાવેશ થાય છે. જેમાં બે સ્થળોએ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન કરાયા છે તો રેલવે કોલોનીમાં પણ એક સ્થળને કન્ટેનઇનમેન્ટ ઝોન જાહેર કરાયું છે. પરંતુ આ બન્ને એરીયાની નજીક જ રોજ બજાર ભરાતી હોવાથી વાઇરસ ફેલાવવાનો ભય વધી જાય છે.

બે દિવસોમાંજ સુંદરપુરીમાં આવેલા એક બાદ એક આવેલા બનાવોથી શહેરમાં ચીંતાનો માહોલ
ગાંધીધામમાં સુંદરપુરી અને કાર્ગો એવા વિસ્તાર છે કે જ્યાં વસ્તી ગીચતાનું પ્રમાણ વધુ છે અને તેના કારણેજ કોઇ બાબતનું પુરતુ ટ્રેકીંગ થઈ શકવું ખાસ કરીને ચોમાસાના સમયમાં ઘણુ અઘરુ છે. ગત બે દિવસોમાંજ સુંદરપુરીમાં આવેલા એક બાદ એક આવેલા બનાવોથી શહેરમાં ચીંતાનો માહોલ બન્યો છે. જેનું કારણ અમદાવાદનો અનુભવ અને સુધરાઈનું ઉદાસીન વલણ બંન્ને છે.સુંદરપુરીમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે, જેની નાની ગલીઓમાં હાલ ચોમાસાના લીધે પાણી ભરાઈ જવા અને કીચડની સમસ્યા રહે છે.

આ વચ્ચે તાજેતરમાં આવેલા કોરોના પોઝીટીવના બે કેસ અને તેમાંય કોઇ ટ્રાવેલ હીસ્ટરી ન હોવી તે ચીંતા ઉપજાવનારી વાત બની છે. વિશ્લેષકોનું કહેવું છે કે શાકભાજીની સપ્લાય અને લારીઓમાં સુંદરપુરી ચાર રસ્તા અને તે વિસ્તાર સંકુલના કેંદ્ર સમાન છે. અહીથીજ મોટા પ્રમાણમાં લારીઓનું ભ્રમણ સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં થાય છે ત્યારે શું અમદાવાદના અનુભવ પરથી ગાંધીધામે ચેતીને સુપર સ્પ્રેડરની સ્થિતીમાં ન આવવું હોય તો તાત્કાલીક ધોરણે મહત્વપુર્ણ પગલા ઉઠાવવાની આવશ્યકતા છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો