આક્ષેપ / 7 દિવસમાં ફી ન ભરો તો વિદ્યાર્થીનીને કાઢી મુકશું

Failure to pay the fee within 7 days will result in dismissal of the student
X
Failure to pay the fee within 7 days will result in dismissal of the student

  • શાળાના પુસ્તકોની કિંમત ~ 920,બજારમાં 320!
  • સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સંચાલકો સામે આક્ષેપ

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

ગાંધીધામ. કોરોનાના પગલે શાળા- કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ છે અને છાત્રો પાસે ફી લેવા માટે દબાણ ન કરવું તેવો સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેનું ઉલ્લંઘન અવારનવાર થતું હોવાની ફરીયાદ ઉઠે છે. સંકુલની કેટલીક શાળાના સંચાલકો દ્વારા મનસ્વિ રીતે વાલીઓને દબાવીને ફી ભરવા દબાણ કરવામાં આવતું હોવાનો ચણભણાટ ઉઠે છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાના પિતા હિરેનભાઇ આહિરે તાલુકા શિક્ષણાધિકારીને પાઠવેલા પત્રમાં એવો આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલકો દ્વારા 7 દિવસમાં ફી ન ભરે તો છાત્રાને સ્કૂલમાંથી કાઢી મુકશું તેમ જણાવ્યું છે.

આર્થિક મહામારીને કારણે ધંધા રોજગારો બંધ હોય વાલીઓ ફી ભરવા સક્ષમ નથી અને સ્કૂલ પણ ચાલું ન હોય થોડા સમય ફી ભરવાની વ્યવસ્થા કરવા માગ્યો હતો. સરકારના જાહેરનામા હોવા છતાં સ્કૂલ દ્વારા વારંવાર ફી ભરવા ત્રાસ આપવામાં આવે છે. વળી, આ વાલીએ એવી પણ ફરીયાદ કરી છે કે શાળામાંથી જે પુસ્તકો આપવામાં આવ્યા છે જે 920 કિંમત લેવામાં આવી છે. જ્યારે હકીકતે બજારમાં પુસ્તકો 320 રૂપિયામાં મળી રહ્યા છે. ડોનેશન આપવામાં ન આવે તો બાળકોને સ્કૂલમાંથી કાઢી નાખવાની ધમકીની સાથે પીટીનો પીરીયડ ક્યારેય લેવામાં આવતો નથી. તેમ પણ જણાવ્યું હતું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી