ઓનલાઈન પ્રક્રિયા:કારખાનાની 2022 લાયસન્સ ઓનલાઈન રિન્યુ પ્રક્રિયા શરૂ

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઔધોગિક ધમધમાટ વચ્ચે સરકારી વિભાગો દ્વારા મહતમ ઓનલાઈન વ્યવસ્થાઓ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આગામી વર્ષે માટે કારખાનાધારા હેઠળની રીન્યુઅલ પ્રક્રિયા ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર બી.એ. ચૌહાણએ જણાવ્યું હતું કે કારખાનાધારા હેઠળ નોંધાયેલ દરેક કારખાનેદારને વર્ષ 2022 માટે લાયસન્સ રીન્યુ કરવા માટેની નિયત નમુના નં.3 વેબસાઇટ “ifp.gujarat.gov.in માં લાયસન્સ રીન્યુઅલ અરજી અને લાયસન્સ ફી ઓનલાઇન ભરી, હાર્ડકોપી સાથે અસલ લાયસન્સ જરૂરી આધારો સાથેની અરજી આ કચેરીને તા.31/10 સુધી પહોંચતી કરવાની રહેશે. અંતિમ દિવસે જાહેર રજા હોવા છતાં રીન્યુ અરજી સવારના 11 થી બપોરના 2વાગ્યા સુધી સ્વિકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...