દીનદયાલ પોર્ટ ઓથોરિટીમાં ડ્રાઈવરો, શ્રમિકો માટે યોગ્ય સુવિધાઓ ન હોવા અંગે ઉઠતા સવાલો વચ્ચે પોર્ટના ઉચ્ચ અધિકારીઓએ વેસ્ટ ગેટ સહિતના વિસ્તારોમાં શ્રમિકો માટે ઉભી કરાયેલી વ્યવસ્થાઓનુ સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સુચનાઓ આપી હતી.
ડીપીએના ટ્રાફિક મેનેજર જી.આર.વી. પ્રસાદ રાવ અન્ય અધિકારીઓ સાથે શ્રમિકો માટે પોર્ટના ક્ષેત્રમાં નિર્મીત શૌચાલયો, રેસ્ટ શેલ્ટર્સ, કેન્ટીન, પીવાના પાણી સહિતની સગવડોનો રીવ્યુ લીધો હતો. પોર્ટ પ્રશાસને મુળભુત સુવિધાઓ તમામ શ્રમિકોને આપવા અંગે પોતાની પ્રતિબદ્ધતા દાખવી હતી.
આ સમયે જનસંપર્ક અધિકરી ઓમપ્રકાશ દાદલાણી, સેફ્ટી ઓફિસર ભાવેશ મઢવી, આ. ટીએમ ઠાકોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નોંધવું રહ્યું કે તાજેતરમાં પુર્વ રાજ્ય મંત્રીએ આ અંગે ટકોર કરી હતી. તો પોર્ટ પ્રશાસને બદલાતા સમય સાથે યુઝર ફ્રેંડલી અભીગમ દાખવીને પરીવર્તન લાવવાની જરૂર છે તેવો સુર ટ્રેડ વર્તુળોમાંથી ઉઠવા પામ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.