તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુટલેગર બેફામ:હદ થઇ ! રાપરનો લિસ્ટેડ બુટલેગર પોલીસ કસ્ટડીમાં હોવા છતાં લાખોના દારૂની ખેપ કરાવી

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 થી વધુ ગુના લાગેલા છે તે પુના ભાણા ભરવાડનો માલ કટિંગ થાવા સમયે જ આડેસર પોલીસ ત્રાટકી
  • મેવાસા સીમમાં અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી 16.71 લાખનો દારૂ ઝડપાયો, 3 આરોપી ફરાર

રાપરનો લિસ્ટેડ બુટલેગર જેના વિરૂધ્ધ અલગ અલગ પોલીસ મથકે 30 થી વધુ ગુના લાગેલા છે તે હાલ રિમાન્ડ હેઠળ કસ્ટડીમાં છે તેમ છતાં તેણે મગાવેલો દારૂનો જથ્થો મેવાસાની સીમમાં કટિંગ થાય તે પહેલાં જ આડેસર પોલીસે દરોડો પાડી અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી રૂ.16.71 લાખનો દારૂ ઝડપી લીધો હતો. પરંતુ પોલીસને જોઇ ત્રણ આરોપીઓ બાઇક મુકી ફરાર થયા હતા.

આ બાબતે પીએસઆઇ વાય.કે. ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે ગત રાત્રે નાઇટ કોમ્બિંગ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, રાપરના પુના ભાણા ભરવાડે વિદેશી દારૂનો જથ્થો મગાવી જુના મેવાસા પાસે અંડર ગ્રાઉન્ડ ટાંકો બનાવી તેમાં રાખ્યો છે. આ દારૂ પુનાના સાગરિતો પ્રાગપરના હિન્દા ભગુ ભરવાડ, રમેશ ઉર્ફે ગાંડીયો ભરવાડ અને ખાનપરનો ગોવિંદ કોલી બહારથી ગાડીઓ બોલાવી દારૂ ભરી આપી વેંચાણ કરે છે.

આ બાતમીના આધારે વાહનની લાઇટો જોઇ ત્રણે જણા ભાગ્યા હતા જેને પકડવા પીછો કરાયો હતો પણ અંધારામાં તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. તે જગ્યાએ તપાસ કરતાં અંડરગ્રાઉન્ડ બનાવેલા ટા઼કામાંથી રૂ.16,71,600ની કિંમતના ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના વિદેશી શરાબની 5,064 બોટલો મળી આવતાં બાઇક સહિત કુલ રૂ.17,01લ600 નો મુદ્દામાલ કબજે કરી પુના ભાણા ભરવાડ કે જે હાલ સામખિયાળી પોલીસની કસ્ટડીમાં હોવા છતાં અંદર રહી આ દારૂની ખેપ કરાવી છે તેના સહિત 3 સાગરિતો તેમજ નાસી ગયેલા અન્ય ઇસમોની વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં પીએસઆઇ ગોહિલ સાથે હેડકોન્સ્ટેબલ ધ્રુવદેવસિંહ ઝાલા, કોન્સ્ટેબલ હકુમતસિંહ જાડેજા, ભરતજી ઠાકોર, વિષ્ણુદાન ગઢવી, રાકેશભાઇ ચૌધરી, ચંદ્રકાંત ભાટિયા, ઇશ્વરભાઇ કાદરી, સુરેશભાઇ ચૌધરી, સંજય રાઠોડ, હીરાભાઇ પટેલ, ભગવાન ચૌધરી અને દલપતજી સોલંકી જોડાયા હતા.

LCBએ પકડ્યા બાદ આરોપી રિમાન્ડ હેઠળ
રાપરના લિસ્ટેડ બુટલેગર પુના ભાણા ભરવાડ વિરૂધ્ધ આડેસર, રાપર, સામખિયાળી, ગાંધીધામ, આદિપુર, અંજાર, મોરબીના ટંકારામાં પોરબંદર, વિરમગામ સહિતના પોલીસ મથકોએ પ્રોહિબિશન એક્ટના 30 થી વધુ ગુના નોંધાયેલા છે. મોટે ભાગે દરોડામાં ફરાર રહેતા આ કુખ્યાત બુટલેગરને પૂર્વ કચ્છ એલસીબીએ તા.31 માર્ચે પકડી લીધા બાદ અલગ અલગ પોલીસ મથકો દ્વારા તેનો કબજો મેળવી રિમાન્ડ હેઠળ પુછપરછ ચાલી રહી છે. હાલ સામખિયાળીમાં નોંધાયેલા ગુનામાં રિમાન્ડ હેઠળ છે. કસ્ટડીમાં હોવા છતાં આ કુખ્યાત પુનાએ અંદર બેઠે બેઠે ખેલ કરી દારૂની મોટી ખેપ મારવાનું ચાલુ રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...