સ્નેહમિલન:‘સર્વ ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા’ની કામના વ્યક્ત કરી

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય સંસ્કૃતિમાં કહેવાયેલી ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘સર્વ ભવન્તુ સુખિન’ ની કામના કરાઈ હતી.

બ્રહ્મસમાજ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમસ્ત જિલ્લા ઔદિચ્ય બ્રહ્મસમાજના પ્રમુખ ભોગીલાલ વ્યાસ, ગાંધીધામ પ્રમુખ રાજેન્દ્રભાઈ રાવલ, માર્ગદર્શક સુરેશભાઈ શુક્લા, ઉપપ્રમુખ સમીપ જોશી, મંત્રી વિપુલ મહેતા,મહિલા મંડળ પ્રમુખ કાવ્યાબેન ભટ્ટ, અરુણાબેન રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં ગીત સંગીતની સુરીલી પ્રસ્તુતી મયુરી દવે, ચીરાગ શર્મા સહિતએ કરી હતી. આયોજનને સફળ બનાવવા મહેંદ્ર જાની, દીલીપ દવે, અનીરુદ્ધ દવે, ઉદય શુક્લા, પ્રકાશ મધુસુદન ભટ્ટ, હેમાલીબેન, નેહાબેન,દિપક ભટ્ટ, ત્રીલોક રાવલ,દિપ્તીબેન રાવલ સહિતનાએ હાજર રહી જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...