તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીવાનું પાણી મળતું નથી:મોંઘાભાવના પીવાના પાણીનો ગટરમાં નિકાલની બૂમરાડ ઉઠી

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકા દ્વારા લોકોને પાણી પીવાનું મળી રહે તે માટે પગલા ભરવામાંઆવે છે. ભર ચોમાસે નર્મદાનું પાણી કેટલાક વિસ્તારોમાં ભાજપની અંદરોઅંદરની ખટપટને કારણે મળતું ન હોવાની બૂમ અવારનવાર ઉઠે છે. દરમિયાન બીજી બાજુ ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ પણ ઉભી થતી હોય છે. આજે પણ મુખ્ય બજાર વિસ્તારમાં એક મકાનમાં પાણીના સપ્લાય વખતે નળ ચાલું રાખીને પાણી ગટરમાં ઠાલવવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. પાણી સમિતિના ચેરમેન સમક્ષ મામલો જતાં સંજય ગર્ગે જણાવ્યું હતું કે, આ બાબતે વાલ્વમેનને મોકલવામાં આવ્યો છે. તેના રિપોર્ટ બાદ બોરનું પાણી હતું કે, પાલિકાનું તેની માહિતી મળશે. ત્યાર બાદ પગલા ભરાશે.

32થી 35 એમએલડી પાણી નર્મદાનું લેવામાંઆવ્યા છતાં 4-બી સહિતના કેટલાય વિસ્તારોમાં સમયાંતરે પીવાના પાણીની બૂમરાડ ઉઠે છે. ટેન્કરના ફેરા કરાવીને ભાજપના જ કેટલાકને રળાવવા માટે પ્રયત્ન કરવામાં આવતા હોવાની વાત પણ બહાર આવી રહી છે. દરમિયાન મુખ્ય બજાર વિસ્તારમાં એક નિવાસસ્થાનમાં પાણીના સપ્લાય સમયે આજે પાણીનો વેડફાટ થતો હોવાની સાથે મોંઘા ભાવનું પાણી ગટરમાં ઠાલવવાતું હોવાની વાત પ્રકાશમાં આવી હતી. નાગરીક લક્ષ્મણ સેવાણીએે પાણી સમિતિના ચેરમેન સંજય ગર્ગ, નગરસેવક કમલેશ પરીયાણીને માહિતી પુરી પાડીને પાણીનો વેડફાટ અટકાવવા પગલા ભરવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...