તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રબળ સંભાવના:કાસેઝમાં પ્લાસ્ટિક, કાપડ ઉદ્યોગને લાંબા સમયની મંજુરીના આસાર

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ વિભાગે વેસ્ટ મુદ્દે બ્રેક બાદ હવે ગતિનો પ્રયાસ ?
  • પ્લાસ્ટિકને 18 મહિના, કાપડને 5 વર્ષેનો મળી શકે છે વિસ્તાર

કાસેઝમાં લાંબા સમયથી ડચકા ખાતા પ્લાસ્ટિક અને કાપડ ઉધોગમાં ફરી પ્રાણ ફુંકાય તેવી સંભાવનાઓ ઉભી થઈ છે. સુત્રોનુ માનીયે તો બન્ને ક્ષેત્રે મંત્રાલયમાંથી પરવાનગીને લાંબા ગાળા સુધી વિસ્તાર આપવાનો નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના છે, જે માટે હવે બોર્ડના પત્રની ઔપચારીકતાજ બાકી રહી છે.

કંડલા સ્પે. ઈકોનોમીક ઝોનમાં સ્થિત ઉધોગો પર કોરોના કાળની ઉંડી અસર જોવા મળી છે. કુલ એક્સપોર્ટનો આંકડો ગત નાણાકિય વર્ષેમાં સ્થીર થતો જોવા મળ્યો હતો. કાસેઝમાં પ્લાસ્ટીકના 16 જેટલા ઉધોગો આવેલા છે. આ સહિત કોલકતામાં આવેલા ત્રણ ચાર કંપનીઓ મળીને 19 જેટલી કંપનીઓને જે તે સમયે લાયસન્સ મળેલુ છે, જેને રદ કરવા જોઇએ કે જે નહિ,કે તેનો ઉપયોગ કઈ રીતે થવો જોઇએ તે અંગે સમય સમય પર ચર્ચા ઉઠતી રહે છે. તો બીજી તરફ બહુ વગોવાયેલા કાપડ ઉધોગમાં પણ દાણચોરી અને કેટલાક શખ્સોની દાદાગીરી ચાલતી હોવાની બુમરાડ વર્ષોથી છે.

એક બાજુ એ પણ છે કે આ બન્ને ક્ષેત્રના ઉધોગોના કારણે હજારો શ્રમિકોને રોજગારી મળી રહે છે. કાપડ ઉધોગ કે જેને અગાઉ છ કે ત્રણ મહિનાની પરવાનગીઓ મળતી હતી, તેને પાંચ વર્ષે સુધી લંબાવાય અને પ્લાસ્ટીકના યુનીટ્સને પરવાનગી 18 મહિના માટે લંબાવાય તેવી ગતીવીધી ચાલી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...