તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વૈશ્વિક મહામારી:કચ્છના 3500 જેટલા MSMEને રાહત પેકેજથી સીધા લાભની આશા

ગાંધીધામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કારક મંદી સામે 20 લાખ કરોડના રાહત પેકેજ અંગે શું વિચારે છે કચ્છ?

કોરોનાના કારણે વિશ્વ સાથે દેશમાં પણ મોટુ આર્થિક સંકટ આવી પડ્યુ છે ત્યારે તેમાંથી ઉગારવા પ્રધાનમંત્રી દ્વારા ગત રોજ જાહેર કરાયેલા 20લાખ કરોડના પેકેજ અંગે વિગત વાર દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે માહિતી આપતા એમએસએમઈ સેક્ટર સંલગ્ન જાહેરાતો કરી હતી. કચ્છમાં 3500 જેટલા લઘુ, મધ્યમ, માઈક્રો ઉધોગો આવેલા છે ત્યારે તે તમામને આ જાહેરાતોનો સીધો લાભ મળશે તેવી આશા બંધાઈ છે. કચ્છના અગ્રણીઓએ આ જાહેરાતોને આવકારીને આશાસ્પદ બતાવી હતી.

ઉધોગોના આગમન માટે કચ્છ સર્વશ્રેષ્ઠઃ પંકજ મહેતા
રાપરના પુર્વ ધારાસભ્ય પંકજ અનોપચંદ મહેતાએ પેકેજને આવકારતા પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે બહાર આવતા અહેવાલો મુજબ જાપાન, અમેરિકા સહિતના સમ્રુદ્ધ દેશો પોતાના ચીન ખાતેના ઔધોગિક એકમોને અન્ય દેશમાં સ્થળાંતર કરવા વિચારી રહી છે ત્યારે ભારત અને તેમાંય કચ્છ તેમાં મહત્વપુર્ણ સ્થાન પામી શકે છે. આ માટે જાપાન સહિતના દુતાવાસનો સંપર્ક કરીને કચ્છ પાસે રહેલી વિશાળ જમીન અને સરકારના તેના સંપાદન માટેના હકારાત્મક અભિગમ અંગે માહિતી આપી હતી, જેના હકારાત્મક પ્રત્યુતર પણ આવી રહ્યા છે. કચ્છનો શાંત અને સુમેળ યુક્ત વાતાવરણ, પોર્ટ, પરિવહન માટેનું ઉતમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી બાબતો કચ્છને વધુ મજબુત દાવેદાર તરીકે રજુ કરે છે.

પેકેજ ઉર્ધ્વગતીએ લઈ જનારુ, કચ્છ પણ બને આત્મનિર્ભરઃ વિરેંદ્રસિંહ જાડેજા
માંડવી મુંદ્રાના ધારાસભ્ય વિરેંદ્રસિંહ જાડેજાએ સરકાર દ્વારા જાહેર કરાયેલા પેકેજને ઉધ્વગતીએ લઈ જનારુ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તમામ મુદાઓનું આમા ધ્યાન રખાયું છે, સાથે કચ્છને પ્રધાનમંત્રીએ પોતાના વક્તવ્યમાં સામેલ કરીને વધુ એક વાર પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. કચ્છ પણ આત્મનિર્ભર બને અને સ્વદેશીનો ઉપયોગ 
કરે તે આવશ્યક છે.

પેકેજથી મળશે રોજગાર અને રાશનઃ વિનોદ ચાવડા
કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પેકેજને આવકારતા જણાવ્યું હતું કે નાનમાંનાના માનવીથી મોટા ઉધોગો ધરાવતાં દરેક માણસ, દરેક વર્ગ માટે આ રાહત પેકેજથી ફાયદો પહોંચશે. લોકડાઉનના કારણે બેહાલ બનેલાઓને ફરી બેઠા થવાની તક સાંપડશે. રીયર સ્ટેટ, 200 કરોડના ટેન્ડરો ભરીને કામ મેળવતા બાંધકામ સાથે સંકળાયેલા, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, મધ્યમ, સુક્ષ્મ, લઘુ ઉધોગ, ગ્રુહ ઉધોગ, કુટીર ઉધોગ સાથે સંકળાયેલા ધંધાદારી, કર્મચારીઓ, કિસાનોને આ આર્થિક પેકેજથી ઘણા લાભો, રાહતો અને સવલતો પ્રાપ્ત થશે. લોકલ ટુ વોકલના મંત્રને સફળ બનાવવા ઉત્પાદન, ડીમાન્ડ માટે સપ્લાય ચેઈન બનશે.

ખુબ સારુ અને કોમ્પ્રીહેન્સીવ પેકેજ છેઃ નિમીષ ફડકે
ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના એમડી નિમીષ ફડકેએ રાહત પેકેજના એમએસએસઈ સેક્ટર અંગેની જાહેરાતોને સર્વસમાવેશી અને ખુબ સારુ હોવાનું જણાવ્યું હતું. તેમણે આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એમએસએમઈ સેક્ટર અંગે શોર્ટ, મીડીયમ અને લોંગ ટર્મ એમ તમામ પક્ષીય બાબતોને ધ્યાને લઈને લાભ અપાયો છે. 200 કરોડ સુધીના ટેન્ડર માટે ગ્લોબલ નહિ, પરંતુ લોકલને પ્રાધ્યાન, ફંડનું એલોકેશન જેવા મહત્વપુર્ણ મુદાઓને સામેલ કરાયા છે. કચ્છમાં કેમીકલ, પ્લાય સહિતની મળીને 3500 જેટલી પેઢીઓ આ સેક્ટરમાં આવે છે, જે તમામને લાભ પહોંચશે.

એમ.એસ.એમ.ઈ. એકમોને બેઠા કરવા 3 લાખ કરોડની ફાળવણીને આવકારઃ રાજેશ ભટ્ટ
કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે 3 લાખ કરોડની રકમ એમએસએમઈ એકમોને બેઠા કરવા, પુનઃ શરુ કરવા, ધિરાણો પણ કોઇ પણ જાતની સિક્યોરીટી વગર આપવા, 10 માસ સુધી પરત કરવામાં છુટછાટ, ટીડીએસમા કપાત જેવા પગલાઓના કારણે નાણાનું બજારમાં ફરવું સરળ બનશે અને રોજગારીની તકો ઉભી થશે. તેમણે પેકેજને ચેમ્બર આવકારતું હોવાનું જણાવીને ગ્લોબલ ટેન્ડરની પ્રથા બંધ અક્રવાના કારણે સ્થાનિક સંભાવનાઓને બળ મળશે તેમ જણાવ્યું હતું. 

પરીણામો માટે પોલીસીનું જમીન પર ઉતરવું આવશ્યકઃ અનીલકુમાર જૈન
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને આઈઆઈએમ, બેંગ્લોરના એલ્યુમની અનીલકુમાર જૈને એમએસએમઈ સેક્ટર પર અપાયેલા ધ્યાનને આવકાર દાયક પગલું ગણાવ્યું હતું. જો મેન્યુફેંક્ચરી સેક્ટરને ફરી જીવંત કરવો છે તો એમએસએમઈ સેક્ટર મજબુત બને તે ખુબ આવશ્યક છે. માઈક્રો, સ્મોલ, અને મીડીયમ સેક્ટરની વ્યાખ્યામાં પરીવર્તન કરવાની બાબત લાંબા સમયથી ચર્ચાતી રહી છે. લાભ જરુરીયાત મંદ સુધી પહોંચે તે માટે તેને જલદી લાગુ કરવું આવશ્યક છે. છેલ્લે તેમણે પોલીસીના સારા પરીણામો માટે તેનું જમીનના સ્તરે પહોંચવું અને લાગુ થવું ખુબ જરુરી હોવા પર ભાર મુક્યો હતો.

અર્થતંત્રના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખતુ પેકેજઃ ચેરમેન
દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલાના ચેરમેન સંજય મહેતાએ પેકેજ અંગે પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર અર્થતંત્રના તમામ સેક્ટર અને ક્ષેત્રોને સમાવિષ્ટ કરતુ પેકેજ સરકાર દ્વારા અપાયું છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો ધરાવતું પેકેજ તેમણે ગણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો