તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની નફ્ફટાઇ:સપ્તાહમાં બે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કવાયત

ગાંધીધામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેપ્યુટી ચેરમેનએ કંડલાની હોસ્પિટલમાં ધસી જઈ નિર્દેશ આપ્યા
  • સિવિલ વિભાગની લાપરવાહી દેખાઈ

ગાંધીધામમાં દરરોજ સરેરાશ 5 જેટલા કેસ સામે આવી રહ્યા છે ત્યારે કોરોના દર્દીઓ માટેની પથારીઓ ખુટી પડે તેવી દહેશતને જોતા આરોગ્ય કમિશનરે તાજેતરમાં નવા 150 જેટલા બેડ ઉપલબ્ધ કરાવાશે તેવી જાહેરાત કરી હતી. જે અનુસંધાને બે હોસ્પિટલને આગામી સપ્તાહ સુધી માં કાર્યાન્વિત કરી દેવાની દિશામાં આરોગ્ય વિભાગે કામ શરુ કરી દીધું હોવાનું જાણવા મળે છે.

આરોગ્ય વિભાગે ગોપાલપુરી હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિઓ તપાસી
બુધવારે તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયા સાથેની ટીમે સેન્ટ જોસેફ હોસ્પિટલ અને ગોપાલપુરી ખાતેની પોર્ટ હોસ્પિટલની મુલાકાત લઈને તેને આવતા સોમવાર સુધીમાં કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યાન્વિત કરવાની જરૂરી તૈયારીઓ કરવા અંગે ચર્ચા વિચારણા કરીને પરિસ્થિતિઓ તપાસી હતી. તો બીજી તરફ ડે. ચેરમેન નંદિશ શુક્લા કંડલા ખાતેની હોસ્પિટલમાં ધસી ગયા હતા અને તેને સજ્જ કરવા માટે સિવિલ, મીકેનીકલ ઈન્જીયરીંગ વિભાગોને જરૂરી નિર્દેશ આપ્યા હતા. અહિ નોંધવું રહ્યું કે અગાઉ હેલ્થ કમિશનર દ્વારા કંડલાની હોસ્પિટલને કોવિડ માટે રીજેક્ટ કરવામાં આવી હતી, જેની પાછળ તેને યોગ્ય રીતે તૈયાર ન કરવા માટે સિવિલ વિભાગની લાપરવાહી જવાબદાર હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હતી. બીજી તરફ પોર્ટના કામદાર સંગઠનોએ ગોપાલપુરી હોસ્પિટલને કોવિડ બનાવવાનો વિરોધ નોંધાવ્યા બાદ પણ જાહેરાત થતા કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આ ચિંતા નો વિષય બન્યો છે. તો કોવિડ બન્યા બાદ પણ ઓપીડી ચાલુ રહી શકે છે તેવું આરોગ્ય વિભાગના સુત્રોનું કહેવું છે. બુધવારે ગાંધીધામમાં વધુ 5 કોરોના કેસ આવ્યા છે, અને આ સરેરાશ સતત જળવાઈ રહ્યો હોવાનું આરોગ્ય અધિકારી સુતરીયાએ જણાવીને લોકોને લાપરવાહ ન બનવા અને નિયમોનું ચુસ્તીથી પાલન કરવા અપીલ કરી હતી.

આદિપુર બાદ ગાંધીધામની વીજ કચેરીમાં પણ કોરોનાનો માર
આદિપુરની કચેરીમાં છ કર્મચારી પોઝિટિવ આવ્યા બાદ તે કચેરીને સીલ કરાયાની ઘટના બાદ ગાંધીધામની પોલીસ સ્ટેશન રોડ પાછળ આવેલી પીજીવીસીએલ ડીવીઝન ઓફિસમાં નાયબ એન્જીનીયર, જુનિયર એન્જીનીયર અને એક કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારી ને બુધવારે કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ કચેરી પણ બંધ કરાશે કે નહિ તે અંગે હવે નિર્ણય કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

આદિપુરના સેવાભાવી તબીબને કોરોના ભરખી ગયો
આદિપુરના સેવાભાવી તબીબ તરીકે નામના પ્રાપ્ત કરનારા ડો. મનુભાઈ ગંધાણીનું બુધવારના સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. વર્ષો સુધી તેમણે દરેક વર્ગના લોકોને તબીબી સેવા આપી હતી. શરુઆતમાં તેમને કોરોના ડિટેક્ટ થતા મુંદ્રા હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારબાદ તબીયતમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ ફરી થોડા દિવસો બાદ તબિયત બગડતા ભુજ જી.કે. ખસેડાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નાના બાળકોના ઈલાજના નિષ્ણાત ગણાતા એવા ડોક્ટરની વિદાયથી સંકુલમાં આઘાત ની લાગણી પ્રસરી હતી. વરિષ્ઠ નાગરિક અર્જુનભાઈ જગાશીઆએ જણાવ્યું હતું કે તેમને માનવ એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા, તેમના કાર્યોની સ્મૃતિમાં સ્મારકનું નિર્માણ પણ થવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...