તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિઝન:મુંબઇથી માંડવી-ઓખાને જોડવા કવાયત

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રના શિપિંગ મંત્રીએ રામબાગ ખાતે 50 લાખના ખર્ચે બનાવેલા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં આપ્યો સંકેત
  • કચ્છમાં સીપ્લેન ક્યાં ઉતરી શકે તે અંગે પણ ચકાસણી
  • કોરોના મહામારીએ વર્ક કલ્ચર બદલ્યું છે : ડીપીટીએ ટુંકા ગાળામાં બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી સામાજિક દાયિત્વ નિભાવ્યું

દીન દયાળ પોર્ટ દ્વારા સીએસઆર હેઠળ સરકારી હોસ્પિટલ રામબાગમાં અંદાજે 50 લાખના ખર્ચે તાંબાના પાઇપીંગ નેટવર્ક સાથે તૈયાર કરવામાં આવેલા મેડિકલ ઓક્સિજન જનરેટર ઓક્સિજન પ્લાન્ટનું શિપિંગ મંત્રીએ વર્ચ્યૂઅલ માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું. મુંબઇથી ઓખા, માંડવીને જોડવાની સાથે સાથે કચ્છમાં સી પ્લેન ક્યાં ઉતરી શકે છે તેની ચકાસણી અંગે પણ સંકેત આપ્યો હતો. અને કચ્છમાં અન્ય માંડવીને મુંબઇ સાથે જોડવા સહિતના મુદ્દે ચાલતી કવાયતની જાણકારી આપી હતી.

કોરોના મહામારીમાં દીન દયાળ પોર્ટે અગાઉ ગોપાલપુરીની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નાખ્યા પછી બીજો પ્લાન્ટ રામબાગ હોસ્પિટલમાં કાર્યરત કરવા માટે તૈયારી કરી હતી. આજે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રના મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં દેશ બદલાઇ રહ્યો છે. આગ‌ળ વધી રહ્યો છે. વર્ક કલ્ચર બદલાઇ રહ્યા છે. કોરોના સંક્રમણ વધ્યું ત્યારે તેની સામે દેશ લડ્યો હતો. દર્દીઓ વધવા લાગ્યા હતા. સરકારે દુબઇ, સાઉદી અરેબીયાથી ટેન્કર મંગાવ્યા હતા અને ઓક્સિજનની તંગી ઘટાડી હતી. બફર સ્ટોકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ડીપીટીએ સ્થાનિક લોકપ્રતિનિધિઓની ડિમાન્ડના આધારે સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કચ્છમાં સુવિધા નવલખી કંડલા બ્રીજ બનાવવા ફીજીબલ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં ગડકરી સાથે જઇને આ અંગે વિનોદ ચાવડાને લઇને હર સંભ‌વ પ્રયત્ન કરવામાં આવશે. એસઆરસીનું સોલ્યુશન લાવી દેવામાં આવ્યું છે. આ અંગે ચેરમેન એસ.કે. મેહતા જણાવશે તેમ જણાવ્યું હતું. માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મુન્દ્રા વાડીનાર રોરો ફેરી સર્વિસ આગામી સપ્તાહે શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ મુંબઇ સાથે માંડવીને જોડવા માંગે છે. મુંબઇથી ઓખાનું સ્ટ્રક્ચર છે, માંડવીનું રોપેક્સ આપી શકાય તેમ છે. હજીરા ઘોઘા રોરોનો પ્રવાસ કરવા પણ તેઓએ જણાવ્યું હતું. મુંબઇ અને કચ્છ વચ્ચે સંબંધ છે.

સાઉથ ઇન્ડિયાથી પણ લોકો આવશે. ત્યાર બાદ માંડવી પણ આવશે. સોમનાથ રોપેક્સ માટે જેટી બનાવવાની છે. ઓખા બાદ માંડવી થશે અને માર્ચ 22 સુધી કરવાની તૈયારી છે. કચ્છમાં સી પ્લેન ક્યાં ઉતરે છે તે જોવું છે. સાબરમતથી કચ્છ સી પ્લેન આવી શકે કે કેમ તે માટે બે મીટર પાણી બહૂ થઇ જશે. આ અંગે લોકેશન ટપ્પરનું જણાવતા મંત્રી વાસણભાઇ આહિરે પણ ટપ્પર ડેમ ભરાયો હોવાની વિગત આપી હતી.

જોકે, માંડવીયાના પ્રવચન સમયે જ કચ્છની સુવિધાઓ મુદ્દે મંત્રી વાસણભાઇ આહિરે લખેલા પત્રનો ઉલ્લેખ કરીને આહિરે સુવિધા મુદ્દે માગણી કરી હતી. જે પણ ચર્ચાનો વિષય બની હતી. કારણ કે, મંત્રી માંડવીયાનું પ્રવચન ચાલું હતું તેવું અર્થઘટન ઉપરથી લોકો પૈકી કેટલાકે કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ચેરમેન એસ.કે. મેહતાએ સામાજિક દાઇત્વ ડીપીટી નિભાવે છે તેની માહિતી રજૂ કરી હતી. શિપિંગ મંત્રાલયના સંજીવ રંજન, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને નીમાબેન આચાર્ય, સંસદ સભ્ય વિનોદ ચાવડાએ પ્રાસંગીક ઉદ્દબોધન કર્યા હતા.

ઓક્સિ. પ્લાન્ટ આપવામાં દેશનું પ્રથમ પોર્ટ
દીન દયાળ પોર્ટ તમામ મોટા બંદરોમાંથી એવું પ્રથમ પોર્ટ છે જેને કોરોનાની મહામારીની સ્થિતિમાં આવા ઓક્સિજન જનરેટર એકમ સ્થાપીત કરી તેને કાર્યાન્વિત કર્યા છે. સામાજિક દાયિત્વના ભાગરૂપે 200 જમ્પો સિલિન્ડર, 5 વેન્ટીલેટર, 5 ઓક્સિજન કોન્સટેટર પણ ખરીદવામાં આવ્યા છે.

20 હજાર લીટર પ્રતિકલાક ઉત્પાદનની ક્ષમતા
રામબાગમાં સ્થાપીત કરાયેલા ઓક્સિજન જનરેટર એકમની ક્ષમતા 20 હજાર લીટર પ્રતિકલાકની છે. જે 5થી 6 બારનું પ્રેસર ધરાવે છે. તેમાંથી જનરેટ થયેલા ઓક્સિજનનો ઉપયોગ કોવિડના દર્દીઓની સારવાર માટે અને અન્ય દર્દીઓ માટે પણ થઇ શકે છે. આ સિસ્ટમથી દર્દીઓની સારવાર માટે વારંવાર રિફેલીંગમાં મુશ્કેલી પડતી હતી તેનું નિવારણ થશે.

કચ્છ સજા નહીં મજાનો જિલ્લો બન્યો છે
શિપિંગ મંત્રીએ કચ્છની કાયા પલટ અને વિકાસની ગતિ સંદર્ભે લેવામાં આવેલા પગલાનું જણાવીને અગાઉ કચ્છ સજાનો જિલ્લો ગણાતો હતો પરંતુ હવે મજાનો જિલ્લો ગણાય છે તેમ જણાવ્યું હતું. મજાનું સેન્ટર કેમ બન્યું તેની પાછળ મોદીએ લીધેલા પગલા તેનો ઉલ્લેખ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...