તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:તાલુકા પંચાયતની કારોબારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વરાયા

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા ચૂંટાયેલા પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી

ગાંધીધામ તાલુકા પંચાયતમાં કોરોના કાળને લઇને વહીવટી કામગીરી વધી ગઇ હતી. રાજકીય ગતિવિધિ પણ તેની સામે ઘટી ગયા પછી હવે જનજીવન ધીરે ધીરે થાળે પડી રહ્યું છે ત્યારે અગાઉ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાદ આજે કારોબારી સમિતિના ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન માટે સભા બોલાવવામાં આવી હતી. સભામાં સર્વાનુમત્તે કારોબારીમાં નિખિલ હડીયા અને સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સનમાં મીઠીબેન સોલંકીની વરણી કરવામાં આવી હતી.

આજે બેઠક બોલાવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી રમેશ વ્યાસ વગેરે હાજર રહ્યા હતા. સર્વાનુમત્તે ચેરમેન ચૂંટાયા પછી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જેમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, તાલુકા ભાજપના પ્રમુખ વગેરે આગેવાનોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...