ગાંધીનગરમાં આર્થિક રીતે નબળા વર્ગનાં લોકો માટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તરતી મૂકવામાં આવેલી EWS અને LIG આવાસ યોજનાને કોરોનાનું ગ્રહણ લાગવાથી નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થવાથી હવે સમય મર્યાદા વધારવામાં આવી છે.
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રાહત દરે 5 હજાર 500 જેટલા નવા ફ્લેટ ટાઈપનાં આવાસ બાંધવાની યોજના તરતી મૂકવામાં આવી છે. જો કે કોરોના કાળના કારણે મોટા ભાગે આ આવાસ યોજના નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં વિલંબ થયો છે.
જેનું મુખ્ય કારણ કોરોના કારણભૂત રહ્યું છે. કોરોનાના કારણે લોક ડાઉન સહીતના પ્રતિબંધો હોવાથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ તૈયાર કરવામાં વિલંબ થયો હતો. અને નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ થઈ શક્યું નથી. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં આવાસ યોજના પૂર્ણ કરવા માટે સમય મર્યાદામાં વધારો કરી દેવા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમય મર્યાદા વધારવા માટે પાત્ર જણાય તેવા હાઉસિંગના કામોની સમય મર્યાદાનો નિર્ણય લેવાશે. મુખ્ય કારોબારી અધિકારી દ્વારા સમય મર્યદામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેના પગલે જ ગુડા દ્વારા વિવિધ યોજનામાં રેરા સમક્ષ પણ કામ પુરા કરવા માટેની નવી મુદ્દત માગી લેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.