તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • Every Evening Traffic Jam At The Airport Intersection! : Condition Of Kandla Airport Road Deteriorates Due To Vehicles Coming From Wrong Side And Incomplete Works

ચક્કાજામ:એરપોર્ટ ચોકડી પર રોજ સાંજે ટ્રાફિકજામ! : રોંગ સાઈડમાં આવતા વાહનો અને અધુરા કામોના કારણે કંડલા એરપોર્ટ રોડની દશા બગડી

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ રોડ બંધ હોવાથી અને ખાડાઓના કારણે સર્જાતી દૈનિક સમસ્યાઃ નેશનલ હાઈવે ઓથોરીટી ભુગર્ભમાં

ગાંધીધામના કંડલા એરપોર્ટ જતા ચાર રસ્તા પર રોજ સાંજ પડે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ જાય છે. શુક્રવારે પણ વધુ એક વાર આ પ્રકારનો ભારે ટ્રાફિક જામનો સામનો લોકોએ કરવો પડ્યો હતો.

ગાંધીધામના રાજવી ફાટકથી કંડલા એરપોર્ટ જતા માર્ગમાં આવતા ચાર રસ્તા પર શુક્રવારના સાંજના ભારે ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. આવું દરરોજ સાંજે અહી થતું હોવાનું નીયમીત અવર જવર કરતા લોકોએ જણાવ્યું હતું. જામ ચારેય તરફથી એટલો તંગ હતો કે કાર કે બસ નહિ, પણ દ્રી ચક્રી વાહન પણ પોતાના સ્થળેથી ટસનું મસ થઈ શકે તેમ નહતું. આવુ થવા પાછળ બન્ને તરફથી આવતો હેવી ટ્રાફિક, માર્ગોમાં મોટા ખાડા, રોંગ સાઈડમાં આવતા વાહન, બંધ પડેલા સર્વિસ રોડ, માર્ગોના અધુરા કામ અને સ્થળ પર ટ્રાફિક પોલીસનો અભાવ જેવા કારણો જવાબદાર હોવાનું જાણવા મળે છે. નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા વારંવાર કામ પુરા કરવા અંગે ઠાલા વચનો અપાતા હોવાનું અને ત્યારબાદ કામ થતું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ અંગે ઓથોરીટીનો પક્ષ જાણવાના પ્રયાસ છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહતો. અહીં નોંધવું રહ્યું કે, ગત છ મહિનાના ગાળામાં જ ગળપાદર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર લગાતાર અકસ્માતોની વણઝાર ચાલુ રહી હતી. જેનાથી રોષે ભરાયેલા લોકોએ બે વાર ચક્કાજામ પણ કર્યો હતો. જેની સામે અપાયેલા વચનો હાલ તો ઠાલા પુરવાર થઇ રહ્યા છે.

લોકોએ પોતે વાહન કોરાણે મુકીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો
એરપોર્ટ રોડથી બીએસએફ કેમ્પ સુધી અને બાકીના બન્ને તરફ પણ વાહનો એ રીતે એક બીજાની આમને સામને આવી ગયા હતા અને ચોકઅપ સર્જાયું હતું. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે એકલ દોકલ ટ્રાફીક સહાયકોજ નજરે ચડતા હતા, પરંતુ ટ્રાફિકમાં ફસાયેલા લોકોએ પોતાના વાહન કોરાણે મુકીને નાગરિક ધર્મ નિભાવવા આગળ આવી ગયા હતા અને ટ્રાફિકને ક્લીયર કરાવવામાં મદદ કરી હતી.

ટ્રાફિક ડાયવર્ટ કરવા સર્વિસ રોડ ખુલ્લો કરવો જરૂરીઃ સરપંચ
ગળપાદરના સરપંચ શામજીભાઈ વીરડાએ જણાવ્યું હતું કે ટ્રાફીક જામ રહેતું હોવા પાછળ ધીમે ચાલતું કામ અને અણઘડ વહીવટ છે. ચાલતા કામ માટે બે રોડને એક સાથે બંધ રખાયા છે, તો નીચે સર્વિસ રોડ પણ ઠેક ઠેકાણે બંધ પડ્યા છે. કામકાજ દરમ્યાન એક સાઈડનો રોડા ચાલુ રાખવો જોઇએ જેથી ટ્રાફિક હળવો થતો રહે, અધુરામાં પુરુ અહી ટ્રાફિક પોલીસ પણ ઉભી રહેતી નથી. જેની તાતી આવશ્યકતા છે.

અન્ય સમાચારો પણ છે...