આયોજન:રામબાગ હોસ્પિટલની નવી ઇમારતનું ઉદ્દઘાટન પહેલા જ અંદર કાર્યક્રમનું આયોજન થઇ ગયું !

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદાય અને નવા વર્ષના સ્વાગત માટે લહેરની શરૂઆત વચ્ચે ચાલ્યુ કલાકો આયોજન

ગાંધીધામની આદિપુર સ્થિત રામબાગ હોસ્પિટલની નવી ઈમારતનું નિર્માણ કાર્ય પુર્ણ થાય બાદ તે મુખ્યમંત્રીના હસ્તે અનાવરણની રાહ જોઇ રહી છે, પરંતુ તે પહેલાજ તેનું ઉદઘાટન નવા વર્ષના સ્વાગત અને જુના તબીબોના વિદાય સમારોહ યોજીને કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રામબાગ સંકુલમાં સ્થિત નવ નિર્મીત ઈમારતમાં ગત રોજ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા કક્ષાના અધિકારીની વિદાય અને નવા વર્ષના આગમનની થીમને અપનાવાઈ હતી. નવ નીર્મીત ઈમારત લોકાપર્ણની રાહ જોઇ રહી છે તે વચ્ચે કલાકોના સમયગાળામાં થયેલા આ પ્રકારના આયોજનને લઈને પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે.

એક તરફ જ્યારે સોશ્યલ ડીસ્ટંસ, સીમીત સંખ્યામાં લોકોને રાખીને કાર્યક્રમને લઈને નવા પગલાઓનો આગાઝ સંભળાઈ રહ્યો છે તે વચ્ચે જે ઈમારતનું લોકાપર્ણ પણ નથી થયું તે સરકારી બિલ્ડીંગમાં આ પ્રકારનુ આયોજન કરાતા વિવિધ સવાલો ઉભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...