તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:માર્ગમાં થિગડા માર્યા પછી પણ લોકો થાય છે હેરાન- પરેશાન

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની સૂચનાને કોન્ટ્રાક્ટર ગાંઠતો નથી
  • 5થી 6 દિવસ સુધી અડધો રોડમાં થિગડા મારીને સાંધા કરાય છે

ગાંધીધામ નગરપાલિકાના સત્તાધિશો એક બાજુ અંદરો અંદર ખટપટમાં રાચી રહ્યા છે બીજી તરફ લોકોને પડી રહેલી હાલાકી સંદર્ભે આવેલી ફરિયાદ પછી પાણીની લાઇન નાખવાથી લઇને અન્ય રોડ તોડીને કરાતા કામમાં લોકને પરેશાની ન થાય તેવી આપવામાં આવેલી સૂચનાનું પાલન ઠેકેદાર કરતા નથી. શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડના ખોદાણ પછી અડધા રોડમાં સિમેન્ટ, કોંક્રીટનો પટ્ટો માર્યા બાદ લાંબા સમયથી અન્ય કામગીરી કરવામાં આવતી નથી. જેને લઇને જે તે વિસ્તારમાં રોડમાં કરેલી આ કાર્યવાહીને પગલે લોકોને અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.

શહેરમાં વિકાસ કામની કામગીરી આમ જોવામાં આવે તો હાલ શૂન્ય છે. જુના જે કામો મંજુર થયા છે તેમાં પણ કેટલાય બંધ છે. જે તે વિસ્તારોમાં પાણીની લાઇન નાખ્યા પછી ટુકડે ટુકડે મુખ્ય રોડ પર સિમેન્ટ કોંક્રીટના થિગડા રોડમાં મારવામાં આવે છે. લીલાશાહ સર્કલથી સુંદરપુરી તરફ જતા રોડ પર હાલ 5થી 6 જગ્યાએ અડધા કિલોમીટર વિસ્તારમાં આવી રીતે કામગીરી હાથ ધરાઇ છે. જેમાં એક તો પૂર્વ નગર સેવિકાના ઘરની બહાર જ આવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...