ટ્રેનીંગ:કોવિડની સંભવિત ત્રીજી લહેર સામે બાથ ભીડવા આરોગ્ય વિભાગ સજ્જ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ તાલુકાના મેડીકલ ઓફિસરો, સ્ટાફ નર્સને આરોગ્ય વિશે સમજ અપાઇ
  • વેક્સિન, ટેસ્ટીંગ, બાયો મેડિકલ વેસ્ટ અને ઈન્ફેક્શન કંટ્રોલ અંગે ટ્રેનીંગ યોજાઈ

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ અંગે ઠેર ઠેર ચર્ચા છે ત્યારે તે સંભવિત લહેર સામે બાથ ભીડવા માટે કમર કસી લીધી છે. આ માટે યોજાયેલા ટ્રેનીંગ સેશનમાં અધિકારીઓને વિવિધ બાબતો અંગે માહિતગાર કરાયા હતા.

ગાંધીધામ તાલુકાના મેડીકલ ઓફિસરો, સ્ટાફ નર્સ,વોર્ડ બોય,આયા વગેરેને કેવી રીતે તૈયારી કરવી, સારવાર કરવી વગેરે અંગે સમજ આપવામાં આવી હતી. શહેરના નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ ડૉ દર્શક મહેતા, ફીઝીશીયન ડૉ. દર્શક સલાટ, બાળ રોગ વિશેષજ્ઞ ડૉ. વિકાસ ગોયલ અને એનેસ્થેટીક ડૉ જયેશ રાઠોડ દ્વારા વિસ્તૃત સમજ અપાઈ હતી. ટ્રેનીંગની શરૂઆત ડો. કપિલ વાળંદે કરી હતી. ત્યારબાદ ડો. દિનેશ સુતરીયા દ્વારા વેક્સિન અને ટેસ્ટીંગ અંગે સમજ આપી હતી, તો ડો. પાર્થ જાની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ અને ઈન્ફેક્શન કંટ્રોલ અંગે સમજ આપી હતી. આયોજન ડો. વંદના જરુ અને જાનવી રાય દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...