તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
CSFના ચાર્જીસ ન વસૂલવા એક સમયમાં નિર્ણય : શ્રમિકોને ઉતારીને પરત ફરતી ટ્રેનમાં પાછા ફરવા ઇચ્છુક મજુરોને લાવો કોવીડ-19ની વૈશ્વિક મહામારી સામે લડવા વડાપ્રધાને આપેલા પ્રથમ લોકડાઉનની શરૂઆતમાં જ પોર્ટ અને ટ્રાન્સપોર્ટને આવશ્યક સેવાની શ્રેણીમાં ગણી લીધા હતા. ડીપીટી તથા દેશના અન્ય મેજર પોર્ટ ખાતે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. લોકડાઉનના સખત અમલીકરણ, મજુરો અને તેમજ આનુસંગીક સેવા ન મળતાં આ કામગીરી પાર પાડવી મુશ્કેલ હતી. કચ્છ અને સૌરાષ્ટ્રની વિવિધ ચેમ્બરો દ્વારા કેન્દ્રના શિપિંગ મંત્રી સાથે વીડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં અર્થતંત્રને પુન: જીવીત કરવાના પ્રયત્નમાં કચ્છને અગ્રતા, શ્રમિકોની અછત સહિતના મુદ્દાઓનું ચિંતન કરાયું હતું. જુદી જુદી ચેમ્બરો દ્વારા યોજાયેલી વીસીમાં ગાંધીધામ ચેમ્બર પ્રમુખ અનિલ જૈને સંકુલની પ્રજાને વર્ષોથી સતાવતા પોર્ટની જમીનના પ્રશ્ન અને તેમના દ્વારા ફ્રી હોલ્ડની કામગીરીને યાદ કરીને ધન્યવાદ આપી મેજર પોર્ટને લગતા પ્રશ્નોમાં પોર્ટ દ્વારા લોકડાઉનના સંપૂર્ણ સમયગાળા માટે ફોસર્મમેજરનો ક્લોઝ લાગુ કરવાના પ્રશ્નને અગ્રતા આપવા માગણી કરી હતી. જેના જવાબમાં કેન્દ્રના શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ આ બાબતની ફાઇલ તેમના છેલ્લા તબક્કામાં છે. તેનું નિરાકરણ આવશે તેવી હૈયાધારણા આપી હતી. ઉપરાંત સીએસએફના ચાર્જીસ ન વસૂલવા જોઇએ તે અંગે પણ એકાદ-બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવી હૈયાધારણા અપાઇ હતી. ગાંધીધામ ચેમ્બરે અર્થતંત્રને પુન: જીવીત કરવાના પ્રયત્નમાં કચ્છને અગ્રતા મળે તેમજ શ્રમિકોની અછતના મુદ્દે જે ટ્રેનો શ્રમિકોને લઇ જઇ રહી છે તેને જવા દેવી જોઇએ તેવો સૂર વ્યક્ત કરી ટ્રેન પરત ફરે ત્યારે પાછા ફરવા ઇચ્છુક શ્રમિકોને લઇને આવે તે માટે રેલ મંત્રી સાથે ચર્ચા કરી વ્યવસ્થા ઉભી કરવા પણ માંગણી કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ઉપપ્રમુખ તેજા કાનગડ, માનદમંત્રી આશિષ જોશી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, કારોબારીના સભ્યો બળવંત ઠક્કર વગેરેએ ભાગ લઇને ગાંધીધામને લગતા પોર્ટ અને મંજુરોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોરોના બાદ દરેક ક્ષેત્રે મોટાપાયે બદલાવ શિપિંગ મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કોરોના મહામારી સામે લડતા દેશમાં દરેક ક્ષેત્રે મોટા પાયે બદલાવ આવવાની સંભાવનાનું વિસ્તૃતપૂર્વક વર્ણન કર્યું હતું. ભારત ભલે પ્રમાણમાં નાનું અર્થતંત્ર છે પરંતુ 97થી પણ વધુ દેશોમાં કોવીડ મહામારીને રોકવા માટેની હાઇપ્રોક્લોરોક્વિન દવા પહોંચાડી વિશ્વમાં માનવતાના ધોરણે ભારતે ઉચ્ચસ્થાન મેળવ્યું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.