શક્યતા:બે લેબર ટ્રસ્ટીની બેલેટ પેપરથી ચૂંટણી થાય તેવી વકી

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટીમાં મેજર પોર્ટ ઓથોરિટીના પગલે યુનિયનોના સમિકરણો બદલાયા
  • બોર્ડનું નવા નિયમ પછી 90 દિવસમાં ગઠન થશે : 3 નવેમ્બરથી ઓથોરિટીની અમલવારી શરૂ થઇ

દીનદયાલ પોર્ટ ની માન્ય યુનિયનોની સભ્ય સંખ્યાની વેરિફિકેશન પ્રક્રિયા ચેક-ઓફ સિસ્ટમ દ્વારા ગત ઓક્ટોબર-2011 ના અંતમાં પોર્ટ પ્રસાશન દ્વારા કરવામાંઆવી હતી જેમાં સાત યુનિયનોએ ભાગ લિધો હતો. દરમિયાન 3 નવેમ્બરથી મેજર પોર્ટ ઓથોરિટિ એક્ટ 2021 અમલમાં આવતાં અનેકવિધ સમિકરણો બદલાઇ ગયા છે. નિયમોમાં ફેરફારને પગલે અગાઉ વેરિફિકેશનમાં જે યુનિયનની સભ્ય સંખ્યા વધુ હોય તે યુનિયનના ટ્રસ્ટીઓ આપોઆપ નિયુક્ત થઇ જતા હતા પરંતુ હવે બે લેબર ટ્રસ્ટીની ચૂંટણી સિક્રેટ બેલેટ પેપરથી કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જ્યારે બીજી તરફ જાણકાર વર્તુળોના જણાવ્યામુજબ, નવા બોર્ડનું ગઠન 90 દિવસમાં કરી દેવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા પોર્ટ ટ્રસ્ટ 1963 માં બદલાવ લાવીને મેજર પોર્ટ ઓથોરિટિ બનાવવાની દિશામાં લાંબા સમયથી કવાયત હાથ ધરવામાં અાવી હતી.થોડા સમય પહેલાં નોટિફિકેશન બહાર પાડીને 3 જી નવેમ્બરથીમેજર પોર્ટ ઓથોરિટિ 2021 ની જાહેરાત કરી દેવામાં આવી હતી. આપોઆપ જુનાનિયમોઅને તેનું સ્વરૂપ બદલાઇ ગયું હતું. જો કે, તે પહેલાં દીનદયાળ પોર્ટમાં યુનિયનની સભ્ય સંખ્યા વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. જેને લઇને ત્યારબાદ નવો કાયદો અમલમાં આવતાં અધિકારીઓ પણ મેનેજર કક્ષાના ગણાવાઇ રહ્યા છે.

દરમિયાન નવા નિયમના અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવી રહ્યા છે. જાણકાર વર્તુળના જણાવ્યા મુજબ, ડીપીટીનું નવું બોર્ડ 90 દિવસમાં અમલી થઇ જશે. લેબર ટ્રસ્ટી પણ નોકરીમાં ચાલુ હોય તેને જ બનાવી શકાશે, અત્યાર સુધી આ નિયમ ન હતો. વળી લેબર ટ્રસ્ટીની વરણી માટે બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવ રહી છે. દીન દયાળ પોર્ટમાં આ બાબતે જે-તે યુનિયનો દ્વારા પોતાની તાકાતનો પરચો બતાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેવું હવામાન છે.

એક મહિલાને ટ્રસ્ટી પદ મળે તેવી સંભાવના
મીનીસ્ટ્રી ઓફ પીટ્સ, શીપીંગ અને જલમાર્ગ દ્વારા તારીખ 29/10/2021 નો એક નોટીફિકેશન દ્વારા તારીખ 03/11/2021 થી મેજર પોર્ટ ઓથોરિટી ચેષ્ટ-2021 તમામ મેજર પોર્ટ મા અમલી બનાવવામાં આવેલ છે જેના અનુસંધાન માં બે લેબર ટ્રસ્ટી ની નિમણૂંક માટે બેલેટથી ફરી પ્રક્રિયા કરાવવમાં આવશે અને ફેબ્રુઆરી-2022 સુધીની સમય સીમામાં આ પ્રક્રિયા પૂરી થવાની શક્યતા છે. યુનિયનને મળેલા કામદારોના સમર્થનને ધ્યાનમાં લેતાં સિક્રેટ બેલેટથી થનાર પ્રક્રિયામાં યુનિયનને કમ સે કમ એક મહિલા પદ મળી શકશે એવો આશાવાદ કુશળ અકુશળ અસંગઠિત કામદાર સંગઠનના મહાસચિવ વેલજીભાઇ જાટે વ્યક્ત કર્યો છે.

કયા યુનિયનનો હાથ ઉપર રહ્યો ?
ડીપીટીના વર્તુળોના જણાવ્યા મુજબ, સભ્યસંખ્યા નોંધણીમાં સામ,દામ,દંડની નીતિ પણ અપનાવવામાં આવી હતી. પ્રતિષ્ઠાના જંગમાં કયા યુનિયનને લેબર ટ્રસ્ટીના પદ મળે તેવી શક્યતા હતી તે અંગે અટકળો પણ થઇ રહી છે અને સૂત્રોના દાવા મુજબ એચએમએસ તેમાં મેદાન મારી જાયતેવી સ્થિતિ હતી. જોકે, આ બધી અટકળોજ રહેવા પામશે.

અન્ય સમાચારો પણ છે...