દુર્ઘટના:કંડલામાં ડમ્પર ખાલી કરતા વૃધ્ધ શ્રમિક ખાતરમાં દબાતાં ગૂંગણામણથી મોત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીન દયાળ પોર્ટમાં મજૂર દિવસ પૂર્વે જ કમનસીબ ઘટના નોંધાઇ
  • પીએસએલ કાર્ગો પાસે ટ્રેઇલર ટ્રકમાં અથડાતાં યુવાન ખલાસીએ જીવ ગુમાવ્યો

મજૂર દિનની આગલા દિવસે કંડલા પોર્ટ પર શ્રમીકના મોતની કમનસીબ ઘટના નોંધાઇ છે જેમાં ડમ્પરમાંથી ખાતર ખાલી કરી રહેલા વૃધ્ધ શ્રમિક ખાતર નીચે દબાઇ જતાં ગૂ઼ગણામણથી તેમનો જીવ ગયો હોવાની, તો પીએસએલ કાર્ગોના કટ પાસે ઉભેલા ટ્રકમાં ટ્રેઇલર અથડાતાં યુવાન ખલાસીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના નોંધાઇ છે.

અંતરજાળના શાંતિનગરમા઼ રહેતા 62 વર્ષીય મંગાભાઇ વેલાભાઇ દાફડા કંડલા બંદરની અંદર ખાતર ભરેલું ડમ્પર ખાલી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ખાતરના જથ્થા નીચે દબાઇ જતાં ગુંગળાઇ જતાં મોત નિપજ્યું હતું. તેમનો મૃતદેહ લઇ આવનાર રમેશભાઇ નથુભાઇ આહીરે આપેલી વિગતો તબીબે કંડલા મરિન પોલીસ મથકને આપતાં પીએસઆઇ જે.એન.ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.

મુળ બિહારના હાલે પીએસએલ કાર્ગો ઝૂંપડામા઼ રહેતા સંજયભાઇ ભીમરાય યાદવે બી-ડિવિઝન પોલીસ મથકે નો઼ધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો મામાઇ ભાઇ 22 વર્ષીય સોનુકુમાર પંચુરાય યાદવ જે થ્રી સ્ટાર ટ્રાન્સપોર્ટમાં ખલાસી તરીકે કામ કરતો હતો જે મનદિપરાય પરમારાય યાદવ સાથે મોરબી ખાલી કરી પરત આવી રહ્યા હતા. તેઓ પીએસએલ કાર્ગોના કટ પાસે બ્રેક ન લાગતાં તેમનું ટ્રેઇલર આગળ ઉભેલી ટ્રકમાં અથડાતાં સોનુકુમારને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં તેનું મોત નિપજ્યું હતું.

ઝોન ગોલાઇ પાસે બાવળની ઝાડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
ગાંધીધામની ઝોન ગદલાઇ નજીક કંડલા તરફ જતા રોડ પર બાવળની ઝાડીઓમાંથી અંદાજે 35 વર્ષીય લાગતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. 108 મારફત મૃતદેહ રામબાગ લઇ અવાયો હતો. મૃતકના પેટના ભાગે છોલછાલ જેવી ઇજાઓ જોવા મળી હતી.

પીએસઆઇ એસ.ડી.બારીયાએ જણાવ્યું હતું કે, હજી સુધી આ મૃતકના વાલીવારસની ભાળ મળી નથી, મૃતકે બ્લુ જીન્સ પહેરેલું છે. હાલ રામબાગ ખાતે મૃતદેહ રખાયો છે અને વાલીવારસની શોધખોળ ચાલુ હોવાનું જણાવી કઇ રીતે આ મૃતકનું મોત નિપજ્યું તે બાબતે પણ તપાસ જારી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...