અભિયાન:ગાંધીધામમાં 200 બાળકોને પ્રોત્સાહિત કરી કોરોના અંગે જાગૃતિ લાવવા પ્રયાસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાના સંચાલકે વેક્સિનેશન મુદ્દે પ્રધાનમંત્રીની કામગીરીના કર્યા વખાણ

ગાંધીધામ ખાતે મુસ્કુરાહટ સંસ્થા દ્વારા 200 જેટલા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી કોરોના અંગે જાગૃતિ લાવવા સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવનારા સમયમાં બાળકોને કોરોના સામે રક્ષણ મેળવવા સરકાર દ્વારા વેક્સિનનું આયોજન થાય ત્યારે તે વેક્સીન લેવા પણ અપીલ કરવામાં આવી હતી.

ગાંધીધામમાં છેલ્લા ઘણા સમયથી અભ્યાસની સાથે સમાજ સેવા થકી સૌને સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડતી અંજલિસિંહે ગાંધીધામમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ સેકટર-5માં નવરાત્રિ મંડળ તેમજ મુસ્કુરાહટ સંસ્થાની સંચાલક દ્વારા પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જાળવવાનો સંદેશ તેમજ કોરોના સે લડાઈ ,મુસ્કુરાહટ સે.. પઢાઈ અંતર્ગત શાળાનામાં નિરંતર માસ્કની ટેવ પડે તેવા હેતુ સાથે નવરાત્રીમાં સલામત ગરબા રમવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ બને તેમજ વર્તમાન સમયમાં મંડળ દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ આયોજન કરી 200 જેટલા બાળકોને સ્ટેશનરી, ચોકલેટ, માસ્ક અને સૅનેટાઇઝર જેવા ઇનામો આપી પ્રોત્સાહિત કરવા કરવામાં આવ્યા હતા.

અંજલિસિંહે જણાવ્યું હતું કે, લોકોને કોરોના કાળમાં ધંધા રોજગાર તેમજ આરોગ્યમાં ખુબજ મુશ્કેલી પડી છે, તેવા સમયે દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શન મુજબ સમયસર કોરોના સામે લડાઈ જીતવા વેક્સિન લેવાનું જણાવતા લોકોમાં જાગૃતિ આવી છે.

બાકીના લોકો પણ બન્ને ડોઝ વેક્સિનના લઇ લે તેમજ બોળકોમાં કોરોના ન ફેલાય તે માટે મોદી દ્વારા સમયસર બાળકો માટે વેક્સિનની કામગીરીને બિરદાવી બાળકોમાં મુસ્કુરાહટ જાળવી રાખવા શાળામાં ઉપયોગી થાય તેવી કીટ બનાવી સમાજમાં મુસ્કુરાહટ જાળવી રાખવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે સ્મિતા સિંહ, હિતેશ સિંહઘાલા, પ્રદીપ શિરવની, જીતુ વધવન, સફળ પટેલ, અજીત ઠાકર, જય રૂપારેલ, મયૂર જાથી, ધર્મેશ કારાલિયા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...